google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ બલદેવાડેમના કિનારે ધમધમતા જુગારધામ પર પોલીસનો છાપો

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ બલદેવાડેમના કિનારે ધમધમતા જુગારધામ પર પોલીસનો છાપો

- છાપા મારી દરમ્યાન ૨ જુગારીયાઓને ઝડપી લીધા તો ૫ જુગારીઓ પોલીસને ચકમો આપી ફરાર : પોલીસે ૫૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ૧૮મી ના રોજ નેત્રંગ ટાઉન વિસ્તારમા પ્રોહીબીશન/જુગારની પ્રવુત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ખાનગી મોટરસાયકલ પર પ્રેટોલીગમા હતા.તે સમય દરમ્યાન રમણપુરા ગામના પાટીયા પાસે પહોચતા બાતમીદારથી બાતમીદારમી મળી હતી કે બલદેવાડેમના કિનારે એક ઝુપડીમા કેટલાક ઈસમો ભેગા મળીને ગેરકાયદેસર રીતે પતા પાનાનો રોકડા રૂપિયાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.સદર બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઈ છાપો મારતા સ્થળ પરથી (૧) વસંત કનુ વસાવા (૨) અલ્પેશ મોહન વસાવા બંન્ને રહે કુપ તા.નેત્રંગ. બન્ને ની અંગઝડતી લેતા રૂપિયા ૬૦૦ તેમજ દાવ પરના રૂપિયા ૮૦૦ મળી કુલ્લે ૧૪૦૦ રૂપિયા તેમજ મોટર સાયકલ નંગ ૫ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ૫૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે.જ્યારે પોલીસને ચકમો આપી ફરાર થયેલા જુગારીયાઓમા (૧) તલસી નગરીયા વસાવા (૨) અરુણ દિનેશ વસાવા બંન્ને રહે.કુપ (૩) અરુણ વસાવા રહે.બલદવા (૪) સૌરવ રાજુ વસાવા (૫) સંજય મગન વસાવા બંન્ને રહે ટીમરોલીયા નેત્રંગ પોલીસે જુગાર અટકાયત અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!