(જયશીલ પટેલ,ઝઘડિયા)
ગત તારીખ ૨૪.૭.૨૪ ના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો.ગણતરીના કલાકોમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ ઝઘડિયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો, રસ્તાઓ બંધ થઈ ગયા હતા.જેમાં ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ રહે.જુના કાસીયા તા.અંકલેશ્વર નાઈટ શિફ્ટ કરી ખરચી થી માંડવાવાળા રોડ પર વિકાસ હોટલની પાછળથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે તે તેની બાઈક સાથે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ખેંચાયો હતો.બીએનઆઈ ન્યુઝ
આ બાબતની જાણ મુલદ પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણીલાલ પ્રજાપતિ નાઓને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, જયેશ પ્રજાપતિની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા જયેશ મણિલાલ પ્રજાપતિ તથા અન્ય એક સહાયક પોલીસકર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાનું પણ પ્રશંસનીય કામગીરી બદલ કંપની દ્વારા તેમના કર્મચારીની જાન બચાવવા બદલ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.બીએનઆઈ ન્યુઝ