google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratમાં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર શહેરાવ ઘાટ અને રામપુરા કીડી-મંકોડી ઘાટ...

માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર શહેરાવ ઘાટ અને રામપુરા કીડી-મંકોડી ઘાટ ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા PVC બ્રિજ બનાવવા અંગે પ્રાથમિક સર્વે હાથ ધરાયો

- ટીમ દ્વારા શક્યતાઓ તપાસી સ્થળ વિઝીટ કરી - નર્મદા પરિક્રમા અર્થે આવતા લાખો શ્રધ્ધાળુઓને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન, પૂર્વ તૈયારી અને આયોજન માટે કંટીજન્સી વ્યવસ્થાપન અંગે કામ ચલાઉ બ્રિજની શક્યતાઓની કવાયત હાથ ધરાઈ : આ બ્રિજ તૈયાર થાય તો શ્રધ્ધાળુઓને નદી પાર કરવામાં સુગમતા રહેશે - ઉત્તરવાહિની પરિક્રમા આ વર્ષે તા.૮મી એપ્રિલથી ૮મી મેં- ૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી ચાલશે : અહીં આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ અંદાજિત – ૭ કિ.મી અને રિવર ક્રોસિંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કી.મીનું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટા પરત આવતા હોય છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાથી વહેતી પવિત્ર નમામિ દેવી નર્મદા ભારતના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.મધ્યપ્રદેશથી ગુજરાત સુધીની નર્મદા નદીની પરિક્રમાનું પણ લોકોમાં અનેરૂ ધાર્મિક મહત્વ રહેલું છે. નર્મદા નદી તેના ઉદમગ સ્થાનથી ખંભાતના અખાત સુધી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહે છે.પરંતુ ગુજરાતમાં નર્મદા જિલ્લાના રામપુરા ગામથી શહેરાવ સુધીના વિસ્તારમાં તેનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશા તરફનો છે.આ તરફ નદીનું પ્રયાણ હિન્દુ માન્યતા મુજબ મોક્ષ આપનારું પરિબળ હોય રાજ્યમાં વર્ષ ૨૦૦૮ થી દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી લોકો દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થતી હોય છે.આ વર્ષે આ પરિક્રમા આગામી તા.૦૮/૦૪/૨૦૨૪ થી તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી ચાલશે અને વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં આ પરિક્રમામાં જોડાય છે અને લાખો શ્રદ્ધાળુઓ માં નર્મદાની પરિક્રમા કરે છે.ગયા વર્ષે પણ શ્રદ્ધાળુઓના ઘસારાને ધ્યાને રાખીને શહેરાવઘાટ ખાતે કામચલાઉ કોઝવે બનાવવામાં આવ્યો હતો. પરિક્રમા વાસીઓને વહીવટી તંત્ર દ્વારા મેડિકલ, બોટ અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને સેવાકેન્દ્રો દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.
આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્રમા વાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે HDPE ક્યુબિકલ પોન્ટુન PVC બ્રિજ હાઈડેન્સીટી પ્લાસ્ટિક બ્રિજની શક્યતાઓને ધ્યાને રાખી ગાંધીનગર મેરીટાઇમ બોર્ડના ચીફ એન્જિનિયરશ્રી ભાવેશભાઈ તલાવીયાની સીધી દેખરેખ હેઠળ ૬ ઈજનેરો-સર્વેયરની ટીમ દ્વારા આજે નર્મદા તટે પરિક્રમા રૂટ પર સ્થળ વિઝીટ અને નદીપાર કરવાના સ્થળે પ્રારંભિક મિટિંગ અને શક્યતાઓ તપાસવામાં આવી હતી. જેમાં પાણીનો પ્રવાહ, પવનની ગતિ, ટેકનિકલ પોઈન્ટ, સર્વે પોઈન્ટ અને શક્યતાના પેરામીટરો અંગે ચર્ચા કરાઈ હતી.ડેટા એકત્રીકરણ અને સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે.
આ સંયુક્ત સ્થળ વિઝીટમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, ડિ.આર.ડી.એ નિયામક જે.કે.જાદવ, એસ.એસ.એન.એલના એન્જિનિયર તથા કરજણ જળાશયના એન્જિનિયર અને માર્ગ-મકાન વિભાગ પંચાયતના એન્જિનિયર, ફોરેસ્ટ વિભાગ, ડિઝાસ્ટર શાખા, નાંદોદ, તિલકવાડા, મામલતદાર,પોલીસ વિભાગ,માહિતી ખાતુ, સ્થાનિક ગામના સરપંચ, તલાટી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સંયુક્ત રીતે સ્થળ વિઝીટમાં અને પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરીને શક્યતાઓ સંભાવનાઓ અંગે સુઝાવ રજૂ કર્યા હતાં. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!