google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratપાવીજેતપુર ખાતે નવ નિયુક્ત સાંસદ જશુ રાઠવાનો સન્માન કાર્યક્રમ યોજાયો

પાવીજેતપુર ખાતે નવ નિયુક્ત સાંસદ જશુ રાઠવાનો સન્માન કાર્યક્રમ યોજાયો

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુરના નવ નિર્વાચિત સાંસદ જશુભાઈ રાઠવાએ આજે તેમના સન્માન સમારંભમાં પોતાની જીતને કાર્યકરોની જીત ગણાવી હતી અને કાર્યકરોનું ફૂલથી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

છોટાઉદેપુર લોકસભાના નવ નિર્વાચિત સાંસદ જશુભાઈ રાઠવાનો પાવી જેતપુર તાલુકા ભાજપ દ્વારા શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નવ નિર્વાચિત સાંસદ જશુભાઈ રાઠવા, જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,માજી ધારાસભ્ય વેચાત બારીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ જશુ રાઠવાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.સામે જશુ રાઠવાએ પણ ઉપસ્થિત રહેલા કાર્યકરોનું ફૂલોથી સ્વાગત કરીને તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.

આજના સન્માન સમારંભમાં સાંસદ જશુ રાઠવાએ પોતાની જીતને દેવતુલ્ય કાર્યકરોની જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે.કાર્યકરોએ છોટાઉદેપુર લોકસભાનું કમળ દિલ્હી મોકલ્યું છે.આ ઉપરાંત જશુભાઈ રાઠવાએ લોકોને કોઈપણ કામ માટે ૨૪ કલાકમાં ગમે ત્યારે દરવાજા ખટખટાવાની વાત જણાવી કહ્યું કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ કામ માટે મને સંકોચ વિના રાત્રે ૨ વાગ્યે પણ સંપર્ક કરી શકે છે. હું દરેકનો ફોન ઉપાડીને વાત કરીશ.આ કાર્યક્રમમાં જશુભાઈ રાઠવાએ પોતાના મતદારો માટે પણ પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી અને કહ્યું કે, કોઈપણ વ્યક્તિ અથવા કાર્યકરની મુશ્કેલીને મારી મુશ્કેલી સમજીને કામ કરીશ.

આમ આજે પાવી જેતપુરની શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ હોલમાં સાંસદ જશુ રાઠવાનું તાલુકાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!