google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, December 6, 2024
HomeGujaratધારીખેડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર લોક સુનાવણી યોજાઈ

ધારીખેડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર લોક સુનાવણી યોજાઈ

- સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે પરિયોજનાના વિસ્તરણ-આધુનિકીકરણથી સ્થાનિકોને મળનારા લાભ વિશે વિસ્તૃત માહિતી આપી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાંદોદ તાલુકાના ધારીખેડા સ્થિત શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડના અધ્યક્ષતા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ (સભ્ય સચિવ) એમ.યુ.પટેલ,નાંદોદના પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલની ઉપસ્થિતિમાં જાહેર લોક સુનાવણી યોજાઈ હતી. 

લોક સુનાવણીમાં ખાંડ ઉત્પાદનનાં એકમના સૂચિત વિસ્તરણ/આધુનિકીકરણ (શેરડીની પિલાણ ક્ષમતા ૫૦૦૦ થી ૭૦૦૦ ટીસીડી અને કોજનરેશન પાવર પ્લાન્ટ (૧૧ થી ૪૧ મેગાવોટ) નો ડ્રાફ્ટ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ અને ઇએમપી રિપોર્ટનો કાર્યકારી સારાંશ, પરિયોજનાનો પરિચય, સારાંશ, સંસાધનોની જરૂરિયાત, પ્રાપ્તયતા અને તેમના સ્ત્રોતો, પાણીનો વપરાશ, પ્રદૂષણની સંભાવના અને તેને અટકાવવાના પગલાં, ઘન-જોખમી કચરાના નિકાલ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. 

પર્યાવરણીય મોનિટરિંગ, (ટેક્નોલોજી અને સાઈટ) વિકલ્પોનું પૃથક્કરણ સહિત સૂચિત વિસ્તરણની પરિયોજનાથી વેપારની તકો, સ્થાનિક રોજગાર, વ્યવસાયો/કોન્ટ્રાક્ટરોને થનાર આર્થિક લાભ તેમજ પરિયોજનામાં ઉચ્ચ ક્ષમતા અને વધુ કાર્યક્ષમ બોઈલર અને ટર્બાઈન સ્થાપિત કરવાથી થનાર ઉચ્ચ ઉત્પાદન અને ખર્ચમાં ઘટાડા સહિતના વિવિધ મુદ્દાઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી આવરી લેવામાં આવ્યા હતા. 

લોક સુનાવણીમાં રજૂ થયેલા પ્રશ્નોનો જવાબ આપતા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે આ પરિયોજનાના વિસ્તરણથી ઉત્પાદન અને આવકમાં થનાર વધારો, સ્થાનિક રોજગાર અને અધ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પર્યાવરણીય જાળવણી સહિતના મુદ્દાઓ પર વિશેષ ભાર આપ્યો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!