(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા અને દધેડા ગામોએથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસે કુલ રૂપિયા ૪૩,૩૦૦ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ સેલાણા ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે તલોદરા ગામે રહેતા પ્રકાશભાઈ અશ્વિનભાઈ વસાવા તેના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે.પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઈસમ પ્રકાશભાઇ વસાવા ઘરે હાજર મળેલ નહિ,અને તેના પત્ની શીતલબેન પ્રકાશભાઈ વસાવા ઘરે હાજર હતા. પોલીસને તપાસ દરમ્યાન ઘરમાં કબાટ માંથી પ્લાસ્ટિકના ત્રણ મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગઅલગ બ્રાન્ડની નાનીમોટી કાચની બોટલો તેમજ બિયર ટીન સહિત કુલ બોટલ નંગ ૧૫૫ કિંમત રૂપિયા ૨૯,૯૦૦ ની મળી આવેલ હતી.પોલીસે વિદેશી દારૂનો આ જથ્થો કબજે લઇને શીતલબેન પ્રકાશભાઈ વસાવા તેમજ પ્રકાશભાઈ અશ્વિનભાઈ વસાવા બન્ને રહે.તલોદરા તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે દધેડા ગામે રહેતા રવિ શરાદભાઈ વસાવા તેમના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે.પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઈસમ રવિ વસાવા ઘરે હાજર મળેલ નહિ.પોલીસને તપાસ દરમ્યાન ઘરની પાછળ વાડામાં પ્લાસ્ટિકના ત્રણ મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા ૧૩,૪૦૦ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧૦૨ કબજે લઈને રેઈડ દરમ્યાન ઘરે હાજર નહિ મળેલ રવિ શરાદભાઈ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.