google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઝઘડિયાના ડમલાઈ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો...

ઝઘડિયાના ડમલાઈ ગામે ઘરની પાછળના રૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- પોલીસે કુલ રૂપિયા ૧૨૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને ઘરે હાજર નહિ મળેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે એક ઘરના પાછળના ભાગે આવેલ રૂમ માંથી પોલીસે રૂપિયા ૧૨૬૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

આ અંગે ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૧૯ મીના રોજ પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે રહેતો ભાવેશ ભીખાભાઇ વસાવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવેલ છે.પોલીસે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઈને ઘરમાં તપાસ કરતા ઘરના પાછળના રૂમમાં બે મીણીયા કોથળા મળી આવ્યા હતા અને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા પ્લાસ્ટિક ક્વાર્ટરો મળી આવ્યા હતા.પોલીસે ઘટના સ્થળેથી મળેલ આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ રૂપિયા ૧૨૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને તપાસ દરમ્યાન ઘરે હાજર નહિ મળેલ ભાવેશ ભીખાભાઈ વસાવા રહે.ડમલાઈ તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!