google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 22, 2024
HomeCrimeરાજપારડી નજીક પત્થરની ક્વોરી માંથી શંકાસ્પદ પ્રવાહીનો રૂપિયા બે લાખ ઉપરાંતનો જથ્થો...

રાજપારડી નજીક પત્થરની ક્વોરી માંથી શંકાસ્પદ પ્રવાહીનો રૂપિયા બે લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો

- ૨૫૫૦ લિટર શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે ક્વોરી માલિક પકડાયો - આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની સઘન તપાસ જરૂરી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નેત્રંગ રોડ પર મોટાસોરવા ગામની હદમાં આવેલ એક પત્થરની ક્વોરી માંથી રૂપિયા ૨,૦૪,૦૦૦ ની કિંમતનો ૨૫૫૦ લિટર આધાર પુરાવા વગરનો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો.
ભરૂચ જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપેલ હતી.આ દરમ્યાન રાજપારડી પોલીસને બાતમી મળેલ કે રાજપારડી – નેત્રંગ રોડ પર મોટાસોરવા ગામની હદમાં આવેલ પ્રમુખ મેટલ ક્વોરી નામની પત્થરની ક્વોરી ખાતે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ બાયો ડીઝલ સંતાડી રાખેલ છે.પોલીસને મળેલ બાતમીના આધારે સદર ક્વોરી ખાતે તપાસ કરતા ક્વોરીના માલિક રાજેશભાઈ નારણભાઈ સાવલીયા રહે.મકાન નં.૪૫, મહર્ષિ બંગ્લોઝ ઝાડેશ્વર ચોકડી ભરૂચનાની આ ક્વોરીના સ્ટોર રૂમ માંથી સફેદ કલરની સિન્ટેક્ષની ટાંકી માંથી શંકાસ્પદ પ્રવાહીનો આશરે ૨૫૫૦ લીટર રુપિયા ૨,૦૪,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.આ બાબતે ક્વોરી માલિકની પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહિ તથા સંતોષકારક જવાબ આપેલ નહી.જેથી વધુ તપાસ માટે મામલતદાર પુરવઠા વિભાગ ઝઘડિયા દ્વારા સ્થળ ઉપર પરીક્ષણ કરી શંકાસ્પદ પ્રવાહી તેમજ અન્ય મુદ્દામાલ સહિત સદર સ્ટોર રૂમને સીઝ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ આ શંકાસ્પદ પ્રવાહીનો નમુનો એફએસએલ તપાસ માટે મોકલવા તજવીજ હાથધરી હતી.રાજપારડી પોલીસે આ ગુના હેઠળ ઝડપાયેલ રાજેશભાઈ નારણભાઈ સાવલીયા રહે.મકાન નં. ૪૫ મહર્ષિ બંગ્લોઝ ઝાડેશ્વર ચોકડી ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
રાજપારડી નજીક પત્થરની ક્વોરી માંથી ઝડપાયેલ આ શંકાસ્પદ પ્રવાહીના જથ્થાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ વિસ્તારમાં અન્ય કોઈ સ્થળોએ આવી પ્રવૃત્તિ થાય છે કે કેમ તે બાબતે તટસ્થ અને સઘન તપાસ હાથ ધરાય તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!