google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratનર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં દેડિયાપાડા ખાતે ગ્રામીણ વિકાસ સંમેલન...

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં દેડિયાપાડા ખાતે ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું

- નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વિનોદકુમાર વિદ્યાર્થીની વિશેષ ઉપસ્થિતિ - સરકારના વિકાસ કાર્યોને વેગવાન બનાવવા નરેન્દ્ર મોદી વિકાસ મિશન સહભાગી બનશે – નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર - સાંસદ મનસુખ વસાવાનેજંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વિનોદકુમાર વિદ્યાર્થીની વિશેષ ઉપસ્થિતિમાં દેડિયાપાડા જાનકી આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા આયોજિત ‘ગ્રામીણ વિકાસ સંમેલન ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારે નાગરિકોને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે,ત્યારે નરેન્દ્ર મોદી વિકાસ મિશન સરકારના વિકાસકાર્યોને વેગવાન બનાવવા સહભાગી બનશે.આ તકે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વિનોદકુમાર વિદ્યાર્થીએ પણ મિશનની કામગીરીને લોકહિતમાં કરીને નવા શિખરો સર કરવાનો વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસની વિચારધારા સાથે લોકપ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારની યોજનાકીય લાભો છેવાડાના આદિવાસી બાંધવો સુધી પહોંચાડવા અંગે મિશનની કામગીરીની પ્રસંશા કરી હતી.
નરેન્દ્ર મોદી વિકાસ મિશન, નર્મદાના પ્રમુખ દીપક જગતાપે મહેમાનોનું સ્વાગત કરી નરેન્દ્ર મોદી વિકાસ મિશન, નર્મદાનો પરિચય કરાવી ચલો ગાંવ કી ઓર સૂત્ર હેઠળ ગામડામાં છેવાડાના લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાનો લાભ મળે એ માટે પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન લાભાર્થીઓને નિમણૂક પત્રો તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું હતું.જ્યાં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસીંગભાઈ કરંગીયા, મિશનના મહિલા મોર્ચાના પ્રદેશ પ્રમુખ મીનાબેન સરવૈયા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા,જાનકી આશ્રમના સંચાલક અનિરુદ્ધ ગોહિલ સહિત નર્મદા જિલ્લાના નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ દીપક જગતાપ સહિત નરેન્દ્ર મોદી વિકાસ મિશનના સભ્યો, જિલ્લા-તાલુકાના,અગ્રણીઓ,પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!