ભરૂચ,
ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશીપ ડેના દિવસે માતાએ અભ્યાસ બાબતે ટોકતા વિદ્યાર્થીનીને લાગી આવતા પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની સાથે આપઘાતનું સાચું કારણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રહેતી અને આ વિસ્તારમાં જ આવેલી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશીપ ડેના દિવસે માતાએ પોતાની દીકરીને અભ્યાસ માટે ટોકી અને તેનું લાગી આવતા દીકરીએ પોતાના મોબાઈલમાં ફ્રેન્ડશીપ ડે એન્જોય કર્યો હોય તેના ફોટા પણ સ્ટેસ્ટ ઉપર મૂકી પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આજના બાળકોને કોઈપણ બાબતે ટોકવા પણ જોખમ કારક સાબિત થતા હોય તેમ એક પરિવારે દીકરીને અભ્યાસ બાબતે ટોકતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી રહી છે.
અત્રે ઉલ્લખનીય બાબત એ પણ છે કે 18 વર્ષથી નીચેના બાળકોને સોશ્યલ મીડિયાના જમાનામાં મોબાઈલ આપવા લાલબત્તી સમાન છે.એટલા માટે કે વધુ પડતા બાળકો મોબાઈલમાં મગ્ન બનતા હોય છે અને આવા સમયે જો બાળકોને મોબાઈલ મૂકી અભ્યાસ માટે ટોકવામાં આવે તો બાળકો આપઘાત કરી લેતા હોય તેમ હાલતો ભરૂચમાં એક દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
સોશ્યલ મીડિયાના જમાનામાં બાળકોને ટોકવા હવે વાલીઓ માટે જોખમ કારક : ભરૂચમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો
- વિદ્યાર્થીનીએ માતાએ અભ્યાસ બાબતે ટોકતા ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન