google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં ક્યારેય શાળાએ ન ગયેલા અથવા અધ વચ્ચેથી શાળા છોડી દીધેલ...

ભરૂચ જીલ્લામાં ક્યારેય શાળાએ ન ગયેલા અથવા અધ વચ્ચેથી શાળા છોડી દીધેલ ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોને શોધવાનું સર્વે હાથ ધરાશે

ભરૂચ,
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે બાળકો કદી શાળાએ ગયા નથી કે વચ્ચેથી શાળા છોડી દીધેલ છે.તેવા બાળકોનું નજીકની શાળામાં વય કક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ થાય તે માટે નિશ્ચિત સમય ગાળા માટે સ્પેશિયલ ટ્રેનીંગ મેળવવાનો અધિકાર છે.
આ અંતર્ગત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાઓલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર સચિન એમ. શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સમગ્ર ભરૂચ જીલ્લામાં શાળા બહારના બાળકોને શોધીને શાળા વર્ષ ૨૦૨૪-૨૫માં દાખલ કરાવવા માટેની આ ખાસ સર્વેની પ્રકિયા હાથ ધરવામાં આવશે.ભરૂચ જીલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૯ વર્ષના કદી શાળાએ ના ગયેલા હોય અથવા તો અધ વચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ બાળકોને શોધવા માટેનું સર્વે પ્રોગ્રામ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન હાથ ધરવામાં આવશે.આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળ મિત્રો,સ્વૈચ્છિક સંગઠનો, કોલેજો,એનએસએસ, એનસીસી અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે.ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારમાં ખાસ કરીને અર્બન, સ્લમ પછાત એરિયામાં ફોક્સ કરવામાં આવશે તેમજ રીમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો,ઝૂપડપટ્ટી વિસ્તાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રકશન સાઇટ કોઈ પણ પ્રકારની મંજૂરી માટે આવેલ પરિવારો વસતા હોય તેમના બાળકો સિનેમા ઘરોની આસપાસના વિસ્તારમાં ધરાશે.ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલના અંતરિયાળ વિસ્તાર, અગરીયા વિસ્તાર વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે. આ બાબતે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપની
આસપાસ ઉપરોકત વિસ્તારો પૈકીના કોઈપણ વિસ્તારોમાં ૬ થી ૧૯ વર્ષની વય જૂથના શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ શાળા બહારના બાળકો કે જેવો કોઈ પણ કારણોસર શાળાએ જઈ શકેલ નથી તે બાબતની આપણને જાણ થાય તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા તો જે તે તાલુકાના બીઆરસી ભવનમાં સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.તેમ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!