અંકલેશ્વર,
ભરૂચ એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા બાકરોલ બ્રીજ નીચેથી બોલેરો પીકમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ કિં.રૂ.૩.૩૫ લાખનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ એલસીબીની ટીમ જીલ્લામાં અસરકારક કામગીરી કરવા અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આ દરમ્યાન એક ટીમ ખાનગી વાહનમાં અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી.ત્યારે માહિતીના આધારે બોલેરો પીક ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૭૯૭૮ નો બાકરોલ બ્રીજ નીચે ઉભેલો છે.જેમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો છે.જે માહિતીના આધારે પોલીસે બાકરોલ બ્રીજ નીચે રેઇડ કરી એક બેલરો ગાડી ઝડપી પાડી હતી.
જેમાંથી શંકાસ્પદ ભંગારનો ૧૧૮૦ કિ.ગ્રામ કિં.રૂ. ૩૫,૪૦૦ તથા બોલેરો પીક ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કી.રૂ.૩,૪૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ધનેશ વિષ્ણુદેવ યાદવને ઝડપી પાડી તેના વિરૂધ્ધ CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાનોલી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડયો
- પોલીસે કુલ ૩.૪૫ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી કાર્યવાહી