(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારના ધોલી ગામ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લઇને આ ગુના હેઠળ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એમ.એમ.રાઠોડ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે ધોલી ગામના આશીષભાઈ ગેલાભાઈ વસાવાના ઘરે ધોલેખામ ગામના આકાશભાઈ બાલુભાઈ વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઉતારેલ છે.એલસીબીની ટીમે ધોલી ગામે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ઘરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બીયર ટીન નંગ ૩૨૮ કિંમત રૂપિયા ૩૨,૮૦૦ ની મળી આવેલ હતી.એલસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો આ જથ્થો તેમજ મોબાઈલ નંગ બે મળીને કુલ રૂપિયા ૪૨,૮૦૦ ના મુદામાલ સાથે બે ઈસમો આકાશભાઈ બાલુભાઈ વસાવા રહે.મંદીર ફળીયુ ધોલેખામ ગામ તા.નેત્રંગ જી.ભરૂચ અને રણજીતભાઈ ભરતભાઈ વસાવા રહે.નિશાળ ફળીયુ ધોલેખામ ગામ તા.નેત્રંગ જી.ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય બે ઈસમો વિશાલભાઈ તુલસીભાઈ વસાવા રહે,કાલબી તા.ડેડીયાપાડા જિ. નર્મદા અને આશિષભાઈ ગેલાભાઈ વસાવા રહે.ધોલી ગામ તા.ઝઘડિયા જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજપારડી નજીકના ધોલી ગામ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો
- પોલીસે ૪૨૮૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા