(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર સે ટી ), છોટાઉદેપુર,બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત સંખેડા તાલુકામાં તારીખ ૦૫/૦૨/૨૦૨૪ થી ૦૬ /૦૨/૨૦૨૪ ના ૨ દિવસ ના રિફ્રેશ તાલીમ કાર્યક્રમમાં બહેનોને બે દિવસની વન જીપી,વન બીસી સખીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને અનુલક્ષીને બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તે હેતુથી આ તાલીમ યોજવા માં આવી હતી. તારીખ ૦૫/૦૨/૨૦૨૪ ના રોજ સંસ્થાના ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ તથા FLCC કાઉન્સેલર મુકેશભાઈ પરમાર દ્વારા તાલીમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદધાટન કરવામાં આવ્યું હતું.તાલીમ દરમ્યાન બહેનોને અંતરિયાળ ગામો જ્યાં બેંકની શાખાઓ નથી ત્યાં એક ગ્રામ પંચાયત દીઠ એક બીસી (બિઝનેશ કોરશપોન્ડટ) ની નિમણુંક કરવા માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેંકિંગ સેવાઓ જેમ કે બચત ખાતું,રિકરિંગ ખાતું,ફિક્સ ડિપોજીટ ખાતું,વીમા પ્રોડક્ટ પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના ,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના,અટલ પેન્શન યોજના,પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ,સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ બેન્કની નાણાકીય લેવડ-દેવડ (જમા-ઉધાર) તેમજ બીસી (બિઝનેશ કોરશપોન્ડટ) ને કરવામાં આવતી કામગીરી બાબતે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.તેમજ સંસ્થાના નાણાંકીય સાક્ષરતાના સલાહકાર મુકેશભાઈ પરમાર દ્વારા બૅન્કિંગ સેવાઓ અને નાણાંકીય જાગૃતિ માટેની માહિતી આપવામાં આવી હતી.