ભરૂચ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામના ફાર્મ હાઉસમાં 25 દિવસ પહેલા 2 સગી બહેનોને નશાના ઇન્જેક્શન આપી દુષ્કર્મ કરવાના પ્રકરણમાં તબીબી તપાસ દરમિયાન એક પીડિતાના પેટમાં 19 સપ્તાહનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસે ઝડપી પડેલા બે નરાધમો ના રિમાન્ડ દરમ્યાન શું બહાર લાવે છે તે જોવું રહ્યું. જંબુસર તાલુકાના કાવલી ગામના ફાર્મ હાઉસમાં નરાધમોએ માતા-પિતા વિનાની 2 સગી બહેનોને લઈ જઈ નશાના ઇન્જેક્શન આપી દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે જેમાં 2 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી 2 સગી બહેનો પૈકી એકના પેટમાં ગર્ભ હોવાનો ભાંડો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફૂટ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.જો 25 દિવસ પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હોય તો પીડિતાના પેટમાં 19 સપ્તાહનો ગર્ભ કોનો તે પણ એક પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.સમગ્ર પ્રકરણમાં હાલ તો પોલીસે પણ દુષ્કર્મનો ભોગ બનેલી બંને પીડીતાઓના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે પરંતુ એક બહેનના પેટમાં પ્રથમ તબક્કામાં ગર્ભ હોવાના કારણે અલગ અલગ રિપોર્ટ પણ કરાવવા માટેની સલાહ ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબોએ આપી છે.ભોગ બનેલી બંને સગી બહેનો માતા-પિતા વિનાની હોય અને તેની નાની ના ઘરે રહેતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.પરંતુ 25 દિવસ પહેલા ભોગ બનેલી પીડીતાના પેટમાં 19 સપ્તાહનો ગર્ભ કોનો તે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં સમગ્ર પ્રકરણમાં અન્ય આરોપીઓ પણ પકડાય તેવી આશંકા છે.ત્યારે ફરાર બે ઈસમો પોલીસ સંકજા આવે તો વધુ કડીઓ પોલીસને મળી શકે છે.