(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીક આવેલા સંજાલી ગામે ઘરના વાડા નજીક બાંધેલા ૬ માસના વાછરડા પર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરી ફાડી ખાધુ હોવાની ઘટના બની છે.
આ અંગે સંજાલી ગામના જીતેન્દ્રસિંહ માત્રોજાએ જણાવ્યું હતુ કે તેમના મકાનના વાડામાં ૬ માસના વાછરડાનો મૃતદેહ સવારે ખવાયેલી હાલતમાં મળ્યો હતો.પંદર દિવસ પેહલા પણ ગામમાં કોઈ વન્ય પ્રાણી આવ્યુ હતુ અને આજ વાછરડાને બચકુ ભરી ઘાયલ પણ કર્યુ હતુ.પરંતુ પંદર દિવસો પહેલા વાછરડુ ગાયો સાથે બાંધેલુ હોવાથી વન્ય પ્રાણીના હુમલાથી ગાયો ગભરાઇ જતા મોટા અવાજે ભાંભરતા આ હુમલાખોર વન્ય પ્રાણી નાસી છુટ્યુ હતુ.વધુમાં જણાવ્યા મુજબ સંજાલી ગામ નજીક પણ દિપડાની હાજરી જોવા મળી રહી છે.અવારનવાર દિપડાઓ ગામની સીમમાં દેખા દે છે વનવિભાગ જાહેરમાં દેખા દેતા દિપડાઓને ઝડપી પાડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.