google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઅંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ રોડ પર વન્ય પ્રાણી વનીયરનું અજાણ્યા વાહનની ટક્કરે...

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ રોડ પર વન્ય પ્રાણી વનીયરનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

- વન વિભાગને જાણ કરવામાં આવતા મૃતદેહનો કબ્જો મેળ્યો હતી

અંકલેશ્વર,
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ રોડ પર વન્ય પ્રાણી વનીયરનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજતાં વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી કાર્યવાહી હાથધરી હતી.
અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામશેષ થવાની કગારે ઉભેલ વનીયર પ્રાણીનું મોત થયું હતું.બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.જુના બોરભાઠા બેટના હિરેનભાઈ ઠાકુરને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને રોડની સાઈડ પર મૂકી અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિત રાણાને જાણ કરી હતી.તે આ પ્રાણી વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટની અનુસૂચિ હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!