google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratમહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રાએ નીકળેલી યુવતી ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરાયું

મહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રાએ નીકળેલી યુવતી ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરાયું

- મક્કા મદીનાની ૧ વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા સનાએ શરૂ કરી છે - મહારાષ્ટ્રના પાલઘરથી કદમ કદમ બઢાવી ૭૫૦૦ કિ.મીની પગપાળા હજ યાત્રાએ નીકળી વિવિધ શહેર અને જીલ્લા માંથી પસાર થઈ પાકિસ્તાન,ઈરાન,ઈરાક થઈ પહોંચશે મક્કા

ભરૂચ,
ભરૂચમાં આજે મુસ્લિમ બિરાદરોમાં અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.એક યુવતીને વધાવવા અને તેના સ્વાગત માટે ભરૂચ સ્ટેશન ખાતે મુસ્લિમ બંધુઓ જોડાયા હતા.
મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે.મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે.ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નક્કી કર્યું હતું.
સના છેલ્લા ૨૨ દિવસ પેહલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જીલ્લા માંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેરઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યુવતી આજરોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરાયું હતું.આ પદ હજયાત્રીના દીદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી આગળ વધી હતી અને ગુજરાત,રાજસ્થાન,પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન,ઈરાન-ઈરાક થઈ ૧ વર્ષની સફર કરી ૭૫૦૦ થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં તે હજ પઢશે.હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!