google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratજંબુસરના યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો અને પર્સલ માંથી મળ્યો સાબુ

જંબુસરના યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો અને પર્સલ માંથી મળ્યો સાબુ

- ઓઈલની શોપ ધરાવતા આસિફભાઈ નામના યુવાન સાથે થયું ચીટિંગ : એમેઝોન માંથી ઓનલાઈન ઉપર ખરીદી કરતા ગ્રાહકો ચેતજો

(સંજય પટેલ,જંબુસર)

જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઈસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઈફોન ૨૦ તારીખના રોજ  બુક કરાવ્યો હતો.જે આઈફોનની ડીલેવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી.પરંતુ જ્યારે ગ્રાહક તે પાર્સલનું ડીલેવરી લઈ પાર્સલ તોડતા તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમોઝોન મા પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી.પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી.એમેઝોન તરફથી મોકલાવામાં આવતું પાર્સલ તોડી તેમા તૂટેલી જગ્યા ઉપર નવુ સ્ટીકર મારેલું પણ જોવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!