google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratગુજરાત રાજ્ય રાઈફલ શૂટિંગ સ્પર્ધામા ઝંઘારના યુવકે સિલ્વર મેડલ હાંસલ કર્યો

ગુજરાત રાજ્ય રાઈફલ શૂટિંગ સ્પર્ધામા ઝંઘારના યુવકે સિલ્વર મેડલ હાંસલ કર્યો

- ભરૂચ જીલ્લાનું ગૌરવ વધાર્યું : રાષ્ટ્રીયકક્ષાએ પહોંચવાનું લક્ષ

(સલીમ કડુજી,નબીપુર)

હાલમાં ગુજરાત મા ૬૦ મી ગુજરાત રાજ્ય રાઈફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી લગભગ ૧૨૦૦ જેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભરૂચ જીલ્લાના ઝંઘાર ગામનો યુવાન શોએબ અબ્દુલ પટેલ પણ એક સ્પર્ધક હતો.જેણે પોતાની રમત દરમ્યાન ૬૦૦ માંથી ૫૮૫ અંક મેળવી સ્પર્ધામાં બીજા ક્રમાંકે રહી સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.તેની આ સફળતાને લીધે તેમના કુટુંબ,તેમના વતન અને ભરૂચ જીલ્લામાં હર્ષ છવાય ગાયો છે.તેમને આ રમત માટે તેમના માતા પિતા સહિત કુટુંબ અને ગ્રામજનો નો સારો સહયોગ પ્રાપ્ત થયો છે.હવે પછીનું તેમનું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કરવાનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!