google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયાના પીપરીપાન ગામે પાણીની પાઈપો લઈ જવાનીના પાડતા એક યુવકને માર માર્યો

ઝઘડિયાના પીપરીપાન ગામે પાણીની પાઈપો લઈ જવાનીના પાડતા એક યુવકને માર માર્યો

- પાણીની પાઈપ લાઈનનું કામ ચાલતું હોઈ પંચાયત સભ્યને પાઈપો સાચવવાની સરપંચે જવાબદારી સોંપી હતી - પંચાયત સભ્યના પતિએ ચાર ઈસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના પીપરીપાન ગામે પાણી માટેની પાઈપલાઈનનું કામ ચાલતું હોય પાઈપો સાચવવાની જવાબદારી સરપંચે ગ્રામ પંચાયતના સભ્ય ના પતિ સંજયભાઈને સોંપી હતી.

મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે રહેતા સંજયભાઈ કાંતિભાઈ વસાવાના પત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે.ગામમાં પાણી માટેની પાઈપલાઈનનું કામ ચાલતું હોઈ પાઈપો સાચવવાની જવાબદારી સરપંચે સંજયભાઇને સોંપી હતી.દરમ્યાન તા.૨૫ મીના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં ગામના જગદીશભાઈ ધનુભાઈ વસાવા અને અશ્વિનભાઈ બીજલભાઈ વસાવા બાઈક લઈને  આવ્યા હતા.આ લોકો ત્યાં આવીને પાણીની પાઈપો લઈ જવાનું કહેતા હતા.જેથી સંજયભાઈએ તે લોકોને પાઈપો લઈ જવાની ના પાડ‍ી હતી.આ સાંભળીને જગદીશભાઈ એ સંજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો.ત્યાર બાદ પોણા નવ વાગ્યાના અરસામાં જગદીશભાઈ તેમના પિતા ધનુભાઈ વસાવા તેમજ પ્રદિપભાઈ વસાવા અને દલપતભાઈ વસાવા ભેગા થઈને આવ્યા હતા.આ લોકો આવીને ગાળો બોલવા લાગ્યા હતા.આ ઝઘડા દરમ્યાન સંજયભાઈને માથા પર લાકડીનો સપાટો વાગતા ચામડી ફાટી ગઈ હતી. ઉપરાંત તેમને ઢિકા પાટુનો માર પણ માર્યો હતો.આ લોકોએ સંજયભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.ઘટના સંદર્ભે સંજયભાઈ વસાવાએ જગદીશ ધનુભાઈ વસાવા,ધનુભાઈ રામસિંગ વસાવા,પ્રદિપ દલપત વસાવા તેમજ દલપત રામસિંગ વસાવા તમામ રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!