google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratતુલસીધામ વિસ્તારના બિસ્માર મુખ્યમાર્ગો ઉપર ભાજપની ઝંડી અને ટોપી લગાવી આપ પાર્ટીએ...

તુલસીધામ વિસ્તારના બિસ્માર મુખ્યમાર્ગો ઉપર ભાજપની ઝંડી અને ટોપી લગાવી આપ પાર્ટીએ અનોખો વિરોધ કર્યો

ભરૂચ,
ભરૂચ જીલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોની સત્યાનાશ વાળી દીધું છે અને તેવામાં ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નંખાવતાં સ્થાનિક રહીશો,વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતા આપ પાર્ટી દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ટોપી લગાવી અનોખો વિરોધ કર્યો હતો.
ભરૂચ જીલ્લામાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે.ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાકટરોએ પોતાના ફાયદા માટે ચોમાસુ આવનાર હોવા છતાં જાહેરમાર્ગો ઉપર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્યમાર્ગ ખોદાવી ગટર લાઈન નખાવી દેતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો,શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડના કારણે વાહનો સ્લીપ ખાતા નીચે પટકાતા હોય અને અકસ્માતનો ભોગ બનતા હોય ત્યારે જો કોઈપણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવવધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે.
જોકે પંચાયતના સંકલનના અભાવે સમગ્ર માર્ગનું ખોદકામ થતા હાલાકીના પગલે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મુખ્યમાર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઈનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા સત્તાપક્ષમાં ખળભળાટ ઉભો થયો છે.
બીજી તરફ ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે.છતાં ભરૂચ માં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકશાન કરે તેમ છે.ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર કોન્ટ્રાકટરો ની ભ્રષ્ટાચારોની પોલો ખુલ્લી મૂકી દીધી છે.જેના પગલે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો,ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે.
લોકસભાના સાંસદ મનસુખ વસાવા સતત ૬ મી ટર્મથી ચૂંટાઈ આવે છે અને પુનઃ ૭ મી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે.છતાં ઘણા કામો કરાવવા માટે સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ મુકવી પડતી હોય છે અને કેટલીક વાર પોસ્ટ કાઢી પણ નાંખવામાં આવે છે.પરંતુ ભાજપના સત્તાપક્ષ માં પોતાના જનપ્રતિનિધિઓ એ કામ કરાવવા માટે સોશ્યલ મીડિયા ઉપર રોષ ઠાલવવો પડે તે ગંભીર બાબત છે.પરંતુ સરકારી કચેરીઓના વિકાસના કામો રાખનારા કોન્ટ્રકટરો પણ ક્યાં પક્ષના? ઘરના જ ભુવા અને ઘરના જ જાગરીયા હોય તો ભુવા પણ પડે અને માર્ગોનું સત્યાનાશ પણ વળે.પરંતુ આખરે વેઠવાનું તો નગરજનોએ જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!