ભરૂચ,
ભરૂચ અને અંકલેશ્વરમાં ૧૭ સપ્ટેમ્બરે આવેલું ભયાનક પુર ભાજપ સર્જિત હોવાના આક્ષેપ સાથે કાનૂની લડત ચલાવવા આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી.
ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસ -આપના ઉમેદવાર ચૈતર વસાવા હવે સપ્ટેમ્બરના ભયાનક નર્મદાના પુરનો મુદ્દો લઈ ભરૂચ અને અંકલેશ્વરની જનતાના મત અને મન જીતવા આજે મેદાને ઉતરા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે નર્મદા ડેમમાંથી છોડાયેલ ૨૦ લાખ ક્યુસેકને લઈ આવેલી ભયાનક રેલ ભાજપ સર્જિત હોવાનો આક્ષેપ ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.જેમાં ગોપાલ ઈટાલિયાએ નર્મદા નદીમાં તારાજી સર્જનાર અને ભરૂચ-અંકલેશ્વરને ડૂબાડનાર આ રેલ હોનારતનું દોષી ભાજપ હોવાનો પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો છે.નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઈડ લાઈનને અવગણી નર્મદા ડેમના દરવાજા સમયસર નહિ ખોલી ભાજપ સરકારે ભરૂચના લોકોને તારાજ કરવામાં દોષીતો સામે કાર્યવાહી કરવા આપ કોર્ટના દ્વાર પણ ખખડાવશે તેવી ઘોષણા પણ કરી દેવાય છે.
ચૂંટણી ટાણે ૬ મહિના બાદ નર્મદામાં વિનાશક પુરનો મુદ્દો ઉઠાવી ચૈતર વસાવા ભરૂચ, અંકલેશ્વરની પ્રજા અને પુરપીડિતોના મન અને મત જીતી શકે છે કે નહીં તે તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે.જોકે WATCH GUJARAT એ ૧૭ સપ્ટેમ્બરની ભયાનક રેલ બાદ ૧૯ અને ૨૧ સપ્ટેમ્બરે જ સરકાર, NCA, SSNNL, CWC આ પુરને સમયસર નર્મદા ડેમના ૩૦ દરવાજા ખોલવા સાથે ૧૦ દિવસથી બંધ રખાયેલા રિવરબેડ પાવર હાઉસ કાર્યરત રાખી ઐતિહાસિક રેલને રોકી શકી હોત.નો અહેવાલ આંકડા અને ડેટા સાથે જે તે સમયે જ પ્રસિદ્ધ કર્યો હતો.