ભરૂચ,
આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ હોદ્દેદારો અને કાર્યકરો ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરનાર હોવાની માહિતીના પગલે મીડિયા અને પોલીસ વિરોધ પ્રદર્શન કરનારાઓની રાહ જોઈ રહી હતી.તો બીજી તરફ કેટલાય હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે નજર કેદ કરી આપ ના વિરોધ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.
લીકર કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ વારંવાર સમન્સ પાઠવ્યા બાદ પણ હાજર ન થતા ઈડીએ તેમના ઘરેથી અટકાયત કરી કાર્યવાહી કરતા આપ ના કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.જેના પગલે અરવિંદ કેજરીવાલની ઘરપકડ ખોટી રીતે થઈ હોવાના આક્ષેપ સાથે સમગ્ર ગુજરાતના જીલ્લાઓમાં આપ દ્વારા કાર્યક્રમ અપાઈ રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચમાં પણ રેલ્વે સ્ટેશન આંબેડકર પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થનાર હોવાની માહિતી મીડિયા અને પોલીસને થતા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.પરંતુ આપ ના ગણતરીના જ કાર્યકરો અને હોદ્દેદારો નજરે પડયા હતા.
આપ અને કોંગ્રેસના ગઠબંધને લઈ આપ ના હોદ્દેદારો જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ભરૂચ જીઆઈડીસીની ઓફિસમાં હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ સ્થળે પહોંચી તેઓની અટકાયત કરી હતી.તો બીજી તરફ કેટલાય હોદ્દેદારો અને કાર્યકરોની તેઓના ઘરે તથા અન્ય સ્થળે નજર કેદ કરી પોલીસ મથકે લઈ જવામાં આવતા આપ ના વિરોધ કાર્યક્રમને ભરૂચ પોલીસે નિષ્ફ્ળ બનાવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈને ભરૂચમાં આપના વિરોધ કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો
- રેલ્વે સ્ટેશન આંબેડકર સ્ટેચ્યુ નજીક મીડિયા અને પોલીસ તહેનાત : આપ ના પાંચ જ કાર્યકરો ફરકતા પોલીસે અટકાયત કરી