google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratઅભયમ પીડીત મહિલાઓ માટે એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત...

અભયમ પીડીત મહિલાઓ માટે એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરતું એકમ બન્યુ

- ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમ્યાન અંદાજિત ૯૮૮૩ જેટલી મહીલાઓએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ મેળવી

ભરૂચ,

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહિલા દીવસે રાજ્ય વ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન કાર્યરત્ કરવામાં આવી હતી.મહિલાઓને ઘરેલું હિંસા સહીત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી અભયમને કાર્યરત કરવામાં આવ્યું હતું. આજે અભયમ પીડીત મહિલાઓ માટે એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહ્યું છે. વિનામૂલ્યે ૨૪x ૭ અપાતી સેવાઓ મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ સાથે – સાથે સિનિયર સિટઝન માટે આશીર્વાદ રૂપ બની છે.લગ્ન જીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખવાદ દુર કરી પરિવારમાં સુલેહ શાંતિ સ્થાપવામાં મદદરૂપ બને છે.મહિલાઓ સાથે થતી શારિરીક, માનસિક કે જાતીય, કાર્યસ્થળે સતામણી, બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતો, ઘરે થી કાઢી મુકેલ, ગૃહ ત્યાગ કે ભુલા પડેલા મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુઘી પહોચાડવાની અથવા સુરક્ષિત રીતે આશ્રય આપી ઉત્તમ સેવાઓ પૂરી પાડી છે.તે સાથે આજના ટેકનોલોજીના યુગમા સોશ્યલ મિડિયાના માધ્યમથી હેરાનગતિ, પેરેંટીગ ઈસ્યૂ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં પણ અસરકારક યોગ્ય સમાધાન કરાવવામાં મદદરૂપ બને છે.

વધુમાં બાળકોના પ્રશ્નો, સિનિયર સિટીઝન ને હેરાનગતિ, ઘર છોડવા મજબૂર કરવા, પડોશી સાથેના ઝગડાઓ, તરુણ અવસ્થાનાં પ્રશ્નો, અભયમ હંમેશા પીડિતાની પડખે ઉભી રહી છે. એટલે જ તો આજે ગુજરાતની મહિલાઓ અભયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની મદદ મેળવતી થઈ છે.

અભયમની આ ટીમે જિંદગીના વિખવાદો દૂર કરી એક નવી આશા જગાડી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન પિડિત મહિલાઓએ મદદ માટે અંદાજિત ૯૮૮૩ જેટલાં મહિલા હેલ્પ લાઈન ડેસ્ક પર કોલ કર્યા હતા.જેમાંથી ૧૦૨૪ જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી અભયમે મહિલાઓને બચાવ અને સહાયતા પહોચાડી હતી.જ્યારે બાકીના કિસ્સાઓમાં કાઉન્સિંલીગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી મદદરૂપ બની હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!