ભરૂચ,
ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતનાં ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.તે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર- ભરૂચ જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) પ્રથમ માળ,કણબીવગા, ભરૂચ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ભરૂચને જિલ્લા સેવાસદન (પ્રાંત કચેરી) ત્રીજો માળ, કણબીવગા,ભરૂચ ખાતેથી તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૪ સુધી બપોરના ૩ કલાકથી મોડા નહીં એ રીતે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમાં ઉમેદવાર કે તેમનાનામની દરખાસ્ત મુકનાર કોઈ એક વ્યક્તિ દ્વારા પહોંચાડી શકશે.જે અન્વયે આજના પ્રથમ દીવસે અલગ – અલગ ૧૦ જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.