વાગરા,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની માંથી ૩૦૦ જેટલા કર્મચારી ઓ એમની માંગણીઓના સંતોષાતા હડતાલે ચડ્યા હતા.કંપની સાથે ૨૦૧૬ થી કંપની સ્થાપિત થયા બાદ તેઓને નહિવત ભથ્થામાં કામ કરાવી આગાઉના દિવસોમાં તમારા પગાર વધારવામાં આવશે એમ મૌખિક બાહેંધરી આપી કામ કરાવી રહ્યા હતા, કર્મચારીઓના મુખ્ય પ્રશ્નોમાં વેતન, કંપનીની તાનાશાહી તથા કેંટિંગના જમવા બાબતે ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ સેટલમેન્ટ કે વાતચીત કરવા મેનેજમેન્ટ આગળ આવી નથી રહ્યું.
હાલ કંપનીના કર્મચારીઓએ લેબર કમિશ્નર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ અરજી કરેલ પણ કંપની તરફ થી કોઈ પણ પ્રતિ ઉત્તર આપવામાં આવ્યો નથી.હાલ કર્મચારી આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કલેકટર કચેરી ખાતે હડતાલ પર ઉતારવાની ચીમકી આપી રહ્યા છે.