google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratજંબુસર - કલક માર્ગ ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું...

જંબુસર – કલક માર્ગ ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત

- મીઠાની ગાડી સાથે પાછળથી ધડાકાભેર બાઈક ભટકાઈ - ૧૦૮ તથા જંબુસર પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે

જંબુસર,

જંબુસર શહેરના તાડીયા હનુમાન વિસ્તારમાં મામા ને ત્યાં રહેતા રોહિતભાઈ રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૦ ના ઓ સાંજના અરસામાં કલક બાજુથી જંબુસર તરફ જ આવતા હતા તે સમયે યોગી રસ ભંડાર નજીક મીઠાની ગાડી સાથે પાછળથી ધડાકાભેર બાઈક ભટકાતા રોહિત વસાવાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ ૧૦૮ તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનનાર ની લાશ ને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.અકસ્માતની જાણ જંબુસર નગરમાં ફેલાતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને તાડીયા હનુમાન વિસ્તાર મા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!