(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્વાગત હોટલ નજીક ટ્રેક્ટર અને ટ્રક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ચાલક રાજપારડીથી સારસા તરફ જઈ રહ્યો હતો એ સમયે પાછળથી આવી રહીલ એક ટ્રકે ટ્રેક્ટર ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત ચાલકને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ટ્રેક્ટર આખેઆખું રોડ ઉપર ઊંધું થઈ ગયું હતું.ભારે જેહમત બાદ ઉપસ્થિત લોકો એ ટ્રેકટરને સીધું કરી ચાલકને બહાર કાઢ્યો હતો.આ સ્થળ પર અવર નવર અકસ્માતો સર્જાતા રહે છે.કોઈ વાર કોઈ મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં જેથી આ સ્થળ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠવા પામી છે.હવે જોવું રહ્યું કે તંત્ર ગંભીરતાલય સ્પીડ બ્રેકર મૂકે છે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવે છે તે તો આવનારો સમય બતાવશે.આવા બેફામ દોડતા વાહનો પર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.