google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeCrimeભરૂચના વસંત મીલની ચાલ વિસ્તારમાં યુવકને જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં આરોપીની અટકાયત

ભરૂચના વસંત મીલની ચાલ વિસ્તારમાં યુવકને જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં આરોપીની અટકાયત

- લગ્ન ઈચ્છુક યુવકને દુલ્હન ઈજાગ્રસ્તના ઘરે બતાવી હોય જેના કારણે છેતરાયેલા યુવકે નવસારીથી પેટ્રોલ ટ્રેન મારફતે ભરૂચમાં લાવી છેતરનારના પરિવારના એક સભ્યને સળગાવી દેવાનો કર્યો પ્લાન - નવસારી દારૂના કેસમાં કોર્ટમાં હાજરી પુરાવી પરત ઘરે ફરતા નવસારી માંથી જ એસિડ,પેટ્રોલ,માસ્ક ખરીદી છેતરપિંડી કરનારના ઘરે એક જનને સળગાવી દેવા રચી નાખ્યું હતું કાવતરું

ભરૂચ,
કહેવાય છે કે એક દુલ્હન શોધવા માટે યુવકો એ ફાંફા મારવા પડે છે આવા જ એક યુવકે લગ્ન કરવા માટે દુલ્હન શોધવા માટે નડિયાદ ની એક મહિલા તથા ભરૂચની એક મહિલા મારફતે યુવતી બતાવવાનું ગોઠવાતા લગ્ન કરવાના ઈરાદે ભરૂચની મહિલાએ 1.65 લાખ લીધા પછી પણ દુલ્હન 10 દિવસ પણ નહિ ટકતા અને રૂપિયા પરત નહિ મળતા રૂપિયા ગુમાવનાર અને યુવતી નું સુખ નહિ મળનાર કંટાળેલા યુવકે નવસારી થી જ ભરૂચ માં એકને જીવતો સળગાવી દેવાનો પાલન ઘડી નાંખી યુવકને સળગાવી દેતા પોલીસની તપાસ માં પાપડી સાથે ઈયળ બફાઈ હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચમાં 18 મી માર્ચ ના બપોર ના ત્રણ વાગ્યાના અરસામા પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂની વાડી વસંત મીલ ની ચાલમાં રહેતા કિશન નારણ વસાવા પોતાના ઘરમાં હતો તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ આવી કિશન વસવાનો દરવાજો ખખડાવતા કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા ઈસમે પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ પેટ્રોલની પેટ્રોલ મારી કેરોસીનનો દીવો નાંખી તેને સળગાવી અજાણ્યો ઈસમ ભાગી જવામાં સફળ થયો હતો.જે સંદર્ભે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ઈજાગ્રસ્ત હજુ ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં ગંભીર રીતે દાઝી ગયો હોવાના કારણે સારવાર હેઠળ છે.
સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે ભરૂચ એલસીબી,ટેક્નિકલ ટીમ,બી ડિવિઝન પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટિમ બનાવી સંપૂર્ણ પ્રકરણમાં જીણવટ ભરી તપાસ કરતા અજાણ્યો ઈસમ જામનગરના ગુલાબ નગર ના રાજપાર્ક માં રહેતો દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું પ્રાથમિક તપાસ માં સામે આવતા સમગ્ર ભરૂચ શહેરના સીસીટીવી ચેક કરી સીસીટીવી માં કેદ ઈસમને સૌરાષ્ટ્ર સાયલા તરફ થી ઝડપી લાવી પૂછપરછ કરતા કિશન વસાવાને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોય અને તેનું કારણ કિશન ના ઘરે આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને નડિયાદ ની એક મહિલા તથા ભોગબનનારની ફોઈ મારફતેએક યુવતી લગ્નના ઇરાદે બતાવવામાં આવી હતી અને તેના બદલામાં યુવતી બતાવવાના અને લગ્ન કરાવી આપવાના બદલામાં 1.65 લાખ રૂપિયા મહિલાઓને આપ્યા હતા.પરંતુ જે યુવતી માટે રૂપિયા આપ્યા હતા તે યુવતી 10 જ દિવસમાં રફફુચક્કર થઈ હોય અને શરીર સુખ ન મળતા અને રૂપિયા ગુમાવ્યા હોય જેના કારણે બોખલાયેલા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ નવસારી 18 માર્ચના રોજ કોર્ટમાં કેસ હોય અને એ કેસ પતાવી પરત પોતાના ઘરે જવાનું હોય ત્યારે નવસારી માંથી સૌ પ્રથમ એસિડ ખરીદયું હતું અને પોતાના હાથ ઉપર લગાવી ચેક કરતા એસિડ ની અસર થઈ ના હતી અને પ્લાન બદલી નવસારી માંથી જ પેટ્રોલ અને દીવો તેમજ માસ્ક ખરીદી ટ્રેન મારફતે ભરૂચ માં આવી પેટ્રોલને પ્લાસ્ટિકની થેલી માં ભરી સ્ટેશન થી રિક્ષામાં બેસી ભરતી ટોકીઝ પાસે ઉતરી યુવતી જે ઘરે બતાવી હતી તે ઘરે પહોંચી છેતરપિંડી કરનાર મહિલા ના સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી ગુનાને અંજામ આપ્યો હોય તેવી કબૂલાત કરતા આખરે હત્યા નો પ્રયાસ કરવાનો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી હતી.

  • 1.65 લાખ રૂપિયા યુવતી સાથે લગ્ન કરવા આપ્યા અને યુવતી ભાગી જતા અને રૂપિયા પરત નહિ મળતા ગુનો કર્યો
    આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને ભરૂચમાં કિશન વસાવા ના ઘરે લગ્ન કરવા માટે યુવતી બતાવવામાં આવી હતી અને આરોપી સાથે યુવતીના ફુલહાર કરાવી આપવામાં આવ્યા હતા અને યુવતી 10 દિવસમાં આરોપીના ઘરેથી ભાગી ગઈ હોય અને તેના બદલામાં જે મહિલાએ યુવતીના બહાને રૂપિયા 1.65 લાખ રૂપિયા લીધા હતા અને પરત આપવાની દાનત ન હોય જેના કારણે જે ઘરમાં યુવતી બતાવી હતી તે ઘરમાં જ જે મળે તેને જીવતો સળગાવી દેવાનો મક્કમ મન બનાવી ગુનો કર્યો હતો.
  • પાપડી સાથે ઈયળ બફાઈ : રૂપિયા કોઈ બીજું કમાયું અને ભોગ નિર્દોષ બન્યો
    આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને ભરૂચમાં શીલા નામની મહિલાએ હત્યાનો પ્રયાસ નો ભોગ બનાનર ના યુવકના ઘરે યુવતી બતાવી હતી અને આ ઘર યુવતી નું હોવાનું માની છેતરાયેલા આરોપીએ કિશન વસાવા ના ઘરે પહોંચી આ ઘર યુવતીનું જ હોવાનું માની તેનો ભાઈ હોય તેવું માની તેને જીવતો સળગાવી દીધો પરંતુ રૂપિયા મહિલા શીલા કમાઈ અને ભોગ નિર્દોષ કિશન વસાવા બની ગયો હોવાનો ચોંકવનારો ભાંડો ફૂટ્યો હતો.
  • રેલ્વે વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી : નવસારી થી આરોપી ટ્રેન મારફતે ભરૂચ પેટ્રોલ લાવ્યો
    ભરૂચ જીલ્લામાં એક ઈસમની હત્યાના પ્રયાસમાં રેલ્વે વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.જેમાં આરોપી ભરૂચમાં ગુનાને અંજામ આપવા માટે નવસારીથી પેટ્રોલ અને કેરોસીન નો દીવો ટ્રેન મારફતે લઈને આવ્યો આ સમય ગાળા દરમ્યાન ટ્રેન માં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જેને લઈને રેલ્વે વિભાગની પણ ગંભીર બેદરકારી સામે આવા જવલનશીલ પ્રવાહી ટ્રેન મારફતે લાવી શકાય ખરું અને નવસારીથી ભરૂચ સુધી ટ્રેન મારફતે પેટ્રોલ અને કેરોસીન લાવવામાં આવ્યું તો ટ્રેનમાં ફરજ નિભાવતા રેલ્વે વિભાગના અધિકારીઓને પેટ્રોલ હાથે કેમ ન લાગ્યું?તેવા સવાલો ઉભા થયા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!