google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચ બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી પીવાના પાણીના બહાને નોન બરેબેલ વોરંટનો...

ભરૂચ બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી પીવાના પાણીના બહાને નોન બરેબેલ વોરંટનો આરોપી ભાગી છૂટ્યો

- આરોપી ભાગી છૂટતા ફરજ પરના પોલીસકર્મીની ફરજમાં ગંભીર બેદરકારી : પીઆઈની પણ ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા મામલો પહોંચ્યો ઉચ્ચકક્ષા સુધી - આરોપી ભાગી ગયો હોવા છતાં પીઆઈએ મીડિયાને ફોન ઉપર વાતને નકારી હતી

ભરૂચ,
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં નોન બરેબેલ વોરંટનો આરોપી પીવાનું પાણી માંગી પોલીસકર્મીને ધક્કો મારી કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની ઘટના બનતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક માંથી એક આરોપી ભાગી ગયો હોવાની માહિતી ગતરોજ સાંજે સામે આવી હતી અને કેટલાક પોલીસકર્મીઓ આરોપીને પકડવા પકડ દાવનો ખેલ કર્યો હોવાની માહિતી સામે આવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મીડિયાકર્મીઓએ ફોન કરીને પૂછ્યું હતું કે કસ્ટડી માંથી કોઈ આરોપી ભાગી ગયો છે ખરો? તો પીઆઈ એ આવું કહી થયું નથી અને હશે તો અવશ્ય જાણ કરીશું નું કહી મીડિયાને ગેરમાર્ગે દોર્યા હતા.જે બાદ ઓનલાઈન ફરિયાદ સામે આવી હતી જેમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ શાંતિલાલે ફરિયાદ નોંધાવી છે કે 21-04-2024 ના રોજ બપોરના 12:30 કલાકે આરોપી નોન બરેબેલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા રહે.નાની ડુંગરી ઝુંપડપટ્ટીનાઓને પકડયા બાદ કસ્ટડીમાં મુકવામાં આવ્યો હતો.જે બાદ આરોપીએ પીવાનું પાણી માંગ્યું હોય અને ફરજ પરની મહિલા પોલીસકર્મી અમરતબેન કરશનભાઈનાઓએ લોકઅપ ખોલી આરોપીને પાણી આપવા જતા આરોપી વિજય વસાવા મહિલા પોલીસકર્મીને ધક્કો મારી બી ડિવિઝન પોલીસની કસ્ટડી માંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં નોન બરેબેલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા ભાગી ગયો કે તેને ભગાડી મુકવામાં આવ્યો જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ત્યારે આરોપી પોલીસ ના હાથે ઝડપાયા બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!