google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeવિલાયતમાં અકસ્માતમાં ૨ લોકોના મોત બાદ એક્શન : વાગરા પોલીસે ડ્રાઈવર સામે...

વિલાયતમાં અકસ્માતમાં ૨ લોકોના મોત બાદ એક્શન : વાગરા પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો તો ૧૯ વાહન ડિટેન કર્યા

- રાત્રિ દરમ્યાન વાગરા પોલીસે ૧૯ વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ

ભરૂચ,

વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં પિક-અપ ટેમ્પો પલ્ટી ખાવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે ૧૦ થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસે ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો હતો અને માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી.વાગરા પોલીસે પાંચ બોલેરો ગાડી,૬ છોટા હાથી ટેમ્પો,૬ મારુતિ ઈક્કો તથા બે મોટર સાયકલ મળી કુલ ૧૯ વાહનોને ૨૦૭ મુજબ ડિટેઈન કર્યા હતા.પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારની વહેલી વિલાયત જીઆઈડીસમાં આવેલી જ્યુબિલિયન્ટ કંપનીમાં કામદારોને મુકવા જતી પીક-અપ પલ્ટી મારવાની ઘટનામાં બે કામદારોના મોત નીપજ્યા હતા તો ૧૦ થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી.અકસ્માતના પગલે પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.પરંતુ કોન્ટ્રાકટર કે કંપનીના સત્તાધીશો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કાર્યવાહી ઉપર શંકા સેવાઈ રહી છે.

ડ્રાઈવર શેખ સિદ્દીકી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શેઠને મે કહ્યુ હતુ કે વિલાયત જ્યુબિલિયન્ટ કંપનીમાં જતાં હતા ત્યારે ભૂત બંગલા નજીક ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ અને ગાડી કંટ્રોલ ન રહેતા પલ્ટી મારી ગઈ હતી.ગઈ કાલનું શેઠને કીધું હતું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ લાગે છે તે છતાં ઓઈલ નાખ્યું એટલે મે ગાડી ચલાવી અને બ્રેક લાગી પણ જ્યારે વિલાયતમાં આવ્યો ત્યારે વધારે બ્રેક લાગી ન હતી જેથી અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા,વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને  ઘેટાં-બકરાની જેમ ખીચો-ખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે.પરંતુ આવા નિયમોને અભરાઈએ ચઢાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથીની પણ મોટાપાયે બુમો ઉઠી હતી. જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથધરી હતી.જેને લઈ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!