google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeCrimeવન વિભાગની આશાસ્પદ મહિલા કર્મચારીની મોપેડ સાથે અકસ્માત સર્જી મોત નિપજાવનાર હાઈવા...

વન વિભાગની આશાસ્પદ મહિલા કર્મચારીની મોપેડ સાથે અકસ્માત સર્જી મોત નિપજાવનાર હાઈવા ચાલક સામે કાર્યવાહી

- આટલી મોટી હાઈવા ટ્રક લઈને ખનીજ વહન કરતા ચાલક સાથે તેનો ક્લીનર પણ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો - નિતિ નિયમો નેવે મૂકી કલીનર વગર બેફિકરાઈથી ચલાવતા ચાલક તેમજ માલિક સામે પણ કાર્યવાહી થવી જોઈએ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના દહેજની વતની અને કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી ૩૨ વર્ષે યુવતી પણ હાઈવા ટ્રક બેફિકરાઈથી ચલાવી તેના પર ચડાવી દેવાની ઘટના બની છે.પોલીસે તેના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. ગતરોજ વન વિભાગની કર્મચારી યુવતી કવિતા તથા તેના પિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા થી દહેજ તરફ જતા હતા ત્યારે નાના સાંજા ફાટક પાસે હાઈવા ચાલકે ક્લીનર સાઈડ થી તેની ટ્રક સાથે મોપેડને અડફેટે લેતા મોપેડ પર પિતાની પાછળ બેઠેલી યુવતીને સેકન્ડોમાં મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો ઝઘડિયા પોલીસે તેની ધરપકડ કરી તથા તેના ટ્રક કબ્જે લઈ તેનો વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આટલો ઓવરલોડ માલ ભરી તથા તેને વહન કરતા સમયે ટ્રકના માલિક તથા ટ્રક ના ચાલકે ટ્રકમાં ક્લીનર રાખ્યો ન હતો.જે એક ગંભીર પ્રકારની ભૂલ ગણી શકાય જો આ ટ્રકની અંદર ક્લીનર હોત તો ક્લીનર તેની સાઈડ પર ડ્રાઈવરને સાઈડ બતાવી મોપેડ ને અડફેટે નહીં લેવા દેતે પરંતુ એવું ન બન્યું અને ટ્રક માલિક અને ચાલકની બેદરકારીના કારણે વન વિભાગની આશાસ્પદ યુવતીનું ઘટના સ્થળે સેકન્ડોમાંજ મોત નીપજ્યું હતું.જેથી ટ્રક ચાલકની સાથે સાથે આરટીઓ વિભાગે આવા આટલા મોટા ઓવરલોડ ખનીજ વહન કરતા હાઈવા ટ્રકો ક્લીનર વગર ચાલતા હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી સ્થાનિકો માંથી માંગ ઉઠવા પામી છે.

નાના સાંજા ફાટકે ટ્રાફિક નિયમન માટે પોલીસ દ્વારા કોઈ પોલીસ સ્ટાફ સાઈન બોર્ડ લગાવાયા નથી.

દહેજની આશાસ્પદ વન કર્મચારી યુવતી નું ગતરોજ અકસ્માતમાં મોત થયું છે તે સ્થળ નાનાસાજાં ફાટક છે, આ ફાટક પાસે એક રસ્તો ઝઘડિયા તરફથી આવી સીધો અંકલેશ્વર જાય છે.જમણા હાથ પર ભરૂચ તરફ જાય છે અને એક રસ્તો અંકલેશ્વર તરફથી આવી ડાબા હાથ પર ભરૂચ તરફ અને સીધો ઝઘડિયા તરફ જાય છે,જેથી અહી ટ્રાફિક નિયમન જરૂરી છે.આ ચાર માર્ગીય લાઈન ગોવાલી ગામથી નાના સાંજા ફાટક સુધી રોડનુ કામ‌ ચાલતુ હોય વન-વે કરવામાં આવ્યો છે,તેવા સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં ત્રણે તરફથી આવતા વાહનો ના કારણે નાનાસાજાં ફાટક અકસ્માત ઝોન બની છે તેમ છતાં કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ કે આડસો તથા પોલીસ સ્ટાફ વાહનોના નિયમન માટે પોલીસ દ્વારા મૂકવામાં આવ્યા નથી જેના કારણે ત્રણે તરફથી આવતા વાહનો આડેધડ ડાબી જમણી બાજુ વળી જાય છે,જેથી આવી બેદરકારી પણ અકસ્માતનું ગણાવી શકાય!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!