google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઅંકલેશ્વરના નવા છાપરા ગામના ડે.સરપંચ સહિત ૩ ઈસમો સામે છેડતીની ફરિયાદ નોંધાતા...

અંકલેશ્વરના નવા છાપરા ગામના ડે.સરપંચ સહિત ૩ ઈસમો સામે છેડતીની ફરિયાદ નોંધાતા કાર્યવાહી

ભરૂચ,

અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત ત્રણ ઈસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિકૃપા સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી શ્વેતાબેન રાજેશત્રંબક ચૌધરી ગત તારીખ ૧૯ મી જૂનના રોજ પોતાના ઘરે રાતે ૧૧ કલાકે ટીવી જોઈ રહી હતી તે વેળાએ કાર નંબર જીજે ૧૬ ડીસી ૧૪૫૦ માં આવેલ ત્રણ પૈકી બે ઈસમો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઈસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટિલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા.જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી.તે દરમ્યાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા શ્વેતા ચૌધરીએ દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઈસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઈસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતાં યુવતીએ બુમરાણ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ બંને ઈસમોને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઈસમે અમે અહિયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.આ મારમારીનો વિડીયો પણ વાયરલ થયો હતો.જોકે મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંઘાતા પોલીસે આગળની વધુ તપાસ હાથધરી કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!