google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeCrimeનર્મદાના બળાત્કાર કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ એડી.ડિસ્ટ્રીકટ એન્ડ...

નર્મદાના બળાત્કાર કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ

- આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી વસાવાને કલમ ૩૭૬ (૨),(જે),(એન),(૩) મુજબના ગુના કામે સજા ફટકારી - જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહીલે ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી હતી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ  કોર્ટમાં ચાલેલ પોકસો કેસ ના કામના આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવા રહે.ઉમરવા ટાંકી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૭૬ (૨)(જે)(એન)(૩) તથા પોકસો અધિનિયમ કલમ-૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે વકીલ  જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકી સાહેબે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી વસાવાને કલમ ૩૭૬ (૨),(જે),(એન),(૩) મુજબના ગુના કામે ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦ ના દંડની સજા દંડની સજાનો હુકમ ફરમાવેલ છે.પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે ભોગ બનનાર ગયા વર્ષ ઉતરાયણ પછી પોતાના ધરે ખાટલમાં સુતા સુતા ટી.વી જોઈતી હતી.ત્યારે આરોપી ભોગ બનનારના સગા વાડાનો દિકરો થતો હોય તે આવી ભોગ બનનારને તેનો ભાઈ કિરણ કયાં છે.?તેમ પુછતા ભોગ બનનાર દ્રારા પોતાનો ભાઈ કિરણ બહાર ગયેલ હોવાનું જણાવતા આરોપી ધ૨માં જઈ ભોગ બનનાર સાથે ખાટલા ઉપર બેસી ટી.વી.જોવા લાગેલો અને ટી.વી.જોતાં જોતાં આરોપી દ્વારા ભોગ બનનારના કપડા કાઢવા લાગતાં ભોગ બનનાર દ્વારા નરેન્દ્રભાઈ આવું કેમ કરો છો?તેમ કહી આવું નહી કરવાનું તેમ કહેવા છતાં ભોગબનનારના કપડા કાઢી સગીરવયની ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી આ વાતની જાણ કોઈને નહી કરવા જણાવી ત્યાર બાદ લોકડાઉનના વખતે આરોપી ધરે રહેતો હોઈ અને ભોગબનનાર ધરે એકલી હોય મોકો જોઈ ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરુધ્ધમાં અવાર નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તું કોઈને કરીશ તો આપી બદનામી થશે તેમ કહી ભોગ બનનારને પ્રેગ્નેન્ટ બનાવી તા.૨/૨/૨૧ના રોજ ભોગ બનનારને શિશુ (બાબા) ને જન્મ આપ્યો.આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ.સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦ ના દંડની સજા દંડની સજાનો હુકમ આજરોજ ફ૨માવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!