google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દારૂના નશામાં હંગામો મચાવતા...

ભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દારૂના નશામાં હંગામો મચાવતા પોલીસે ગુનો દાખલ કર્યો

- ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં ખાણી પીણીની લારી ઉપર કર્મચારી હોવાનો રોફ જાડી મહિલા લારી ધારકને ધાક ધમકી આપી કરતો હતો દબડાવવાનો પ્રયાસ - દારૂના નશામાં ચકચૂર બનેલો જયેન્દ્ર અરવિંદભાઈ વસાવાએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરીને કહ્યું આ બધું દબાણ હટાવવાનું છે - દારૂના નશામાં ચકચુર અને ઉભું રહેવાનું પણ ભાન ન હોય તેવો નસેબાજ ફોરવિલ ગાડીમાં આવ્યો હોવાના કારણે મામલો પહોંચ્યો હતો પોલીસ મથકે

ભરૂચ,

ગુજરાતમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના સંખ્યાબંધ કેસો વધી રહ્યા છે અને દારૂના નશામાં ગાડી હંકારી અકસ્માતો સર્જી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે દારૂના નશામાં ભરૂચમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ સાથે ખાણીપીણીની લારી ઉપર કર્મચારી હોવાનો રોફ જાડનાર આરએન્ડબી વિભાગના કર્મચારી નશેબાજને પોલીસના હવાલે કરતા પોલીસે નસેબાજની શાન ઠેકાણે લાવી તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારી ઉપર આરએન્ડબી વિભાગનો કર્મચારી હોવાનો રોફ જાડવા સાથે દારૂના નશામાં ચકચૂર બનેલો અને મારુતિ સુઝુકી વેગેનાર ગાડી નંબર GJ 16 CN 0387 માં આવેલો પોતે સરકારી કર્મચારી હોય અને કાલે આ બધી લારીનું દબાણ દૂર કરવાનું છે તેમ તેના ઉપરા અધિકારીને ફોન કરી રોફ જાડી રહ્યો હોય જેના પગલે લારી ધારક ગભરાઈ ગયા હોય અને ધમકી આપનાર દારૂના નશામાં હોય અને ઉભું રહેવાનું પણ નસેબાજને ભાન ન હોય જેના કારણે લારી ધારકે તાબડતોબ એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી અને એ ડિવિઝન પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી દારૂના નશામાં ચકચૂર બનેલા આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જયેન્દ્ર અરવિંદભાઈ વસાવા પોલીસને જોઈ દારૂના નશામાં પોતાની ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરતા તે દારૂના નશામાં ભાન ભૂલ્યો હોય જેના કારણે પોલીસે તેની અટકાયત કરી તેને એ ડિવીઝન પોલીસ મથકમાં લઈ જય ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

– ડ્રીંક એન્ડ ડ્રાયુંમાં કોઈપણ અધિકારી કે કર્મચારી હોય ચબરબંધીને છોડી નહીં દેવાય : એ ડિવિઝન પી.આઈ ગડરીયા

ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ વધી રહ્યા છે અને કોઈપણ દારૂના નશામાં ડ્રાઈવિંગ કરતો હશે તો તેની સામે સખતમાં સખત પગલાં લેવાશે હાલમાં જ એક સરકારી કર્મચારી દારૂના નશામાં ગાડી ચલાવતો હોય જે અંગેની ફરિયાદ મળતા પોલીસે તેની શક્તિનાથ નજીકથી ધરપકડ કરી તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કોઈપણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ હોય દારૂના નશામાં ડ્રાઇવિંગ કરશે તો સખતમાં સખત પગલાં લેવાશે તેમ એ ડિવીઝનના પી.આઈ ગડરીયાએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું

– આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરએ લારી ધારકને દબડાવવા ઉપરી અધિકારીને કર્યો હતો ફોન

દારૂના નશામાં ચકચૂર બનીને ગાડીમાં આવેલા એક સરકારી કર્મચારીએ લારી ઉપર દારૂના નશામાં લારી ધારક મહિલા સાથે અભદ્ર વર્તન કરવા સાથે પોતે સરકારી કર્મચારી હોય અને આ તમામ દબાણો દૂર કરવાના છે તેવી ધમકી આપી પોતાના ઉપરી અધિકારીને ફોન કરી પોતે દારૂના નશામાં હોવા છતાં સરકારી કર્મચારી હોવાનો રોપ જાળી ભારે હોબાળો બતાવતા આખરે લારી ધારકે પોલીસને ફોન કરતા પોલીસે ગણતરીના સમયમાં જ દોડી આવી નસેબાજ સરકારી કર્મચારીની ધરપકર કરી હતી.

– કર્મચારીએ ઓન ડ્યુટી ગુનો કર્યો નથી : અનિલ વસાવા

આરએન્ડબી વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દારૂના નશામાં હંગામો મચાવ્યો હોય તે બાબતે જેતે સરકારી કર્મચારી ન ઉપરી અધિકારી માર્ગ અને મકાન વિભાગના ઓફિસર અનિલ વસાવા એ કહ્યું હતું કે કર્મચારીએ ઓન ડ્યુટી દરમ્યાન ગુનો કર્યો નથી અને તેની સામે ગુનો દાખલ થયો છે તે બાબતે પોલીસ તરફથી અમને રિપોર્ટ મળશે તો ઉપરી અધિકારીને આ બાબતે રિપોર્ટ કરી શિક્ષાત્મક પગલાં ભરવા કાર્યવાહી કરીશું તેમ અનિલ વસાવે કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!