google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનવા બોરભાઠા,નવા દિવા ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા એડીશનલ ચીફ સેક્રેટરી ટુ...

નવા બોરભાઠા,નવા દિવા ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા એડીશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોષી

- સમાજ અને સરકારની ભાગીદારીનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ : એડીશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોષી

ભરૂચ,

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે નવા બોરભાઠા, નવા દીવા ગામની પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા નવા દીવા ખાતે એડીશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોષીએ ભૂંલકાઓને અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

એડીશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોષી સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.ત્યાર બાદ મહાનુભાવોએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. 

આ પ્રસંગે પંકજ જોષીના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪-૨૫ ના પુસ્તકનું વિમોચન કર્યું હતું.એડીશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોષીએ ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ભાર મુકીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. આજે શાળા પ્રવેશોત્સવને બે દાયકા જેટલો સમય થઈ ગયો છે.ત્યારે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઓછો થયો છે.શાળા પ્રવેશોત્સવ શાળાના કારણે નામાંકન મેળવવા બાળકોમાં વધારો થયો છે.આજથી સમગ્ર રાજ્ય ચાલનારા ૩ દિવસના શાળા શાળા પ્રવેશોત્સવમાં અંદાજિત ૩૨ લાખ જેટલા બાળકોનું નામાંકન થનારું છે.ત્રિદીવસીય શાળા પ્રવેશોત્સવ આનંદ અને ઉત્સવનો પ્રસંગ બની રહેશે.એટલે જ શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ હવે સમાજ અને સરકારની ભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે.પ્રાથમિક શિક્ષણ નાના બાળકો માટે જીવનનું પ્રથમ પગથિયું સમાન છે જે ઉત્તરોઉત્તર જીવનના માઈલસ્ટોનને પ્રાપ્ત કરવા પગથિયા બની રહેશે.આ તબક્કે, તેમણે કાર્યક્રમના સૂચારું આયોજન માટે પ્રાથમિક શાળા અને કાર્યક્રમમાં ગ્રામજનોની જનભાગીદારી આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આભાર માન્યો હતો.

તેમણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ચકાસણી કરી હતી.વિશેષ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.તે સાથે શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો જોડે મીટીંગ યોજી હતી. શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા અને શિક્ષણ બાબતે સુચારુ માર્ગદર્શન આપ્યુ હતું.

આ પ્રસંગે,ગામના સરપંચ,ગામના આગેવાનો, દાતાઓ સહિત અંકલેશ્વર પ્રાંત અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!