google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી...

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદીવાસી સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ યોજાયો

- લોક ગાયિકા ઉર્વી રાઠવા માત્ર ટીમલી ગીત ગાવા પૂરતા સીમિત નહિ રહેતા ગાતા ગાતા સ્ટેજ પરથી ઉતરી દર્શકો સાથે ટીમલી નૃત્ય કર્યું હતું

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી લોકનૃત્ય ના રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે ત્યારે લોકજાગૃતિ તેમજ વીસરાતી જતી લોક સાંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવાં ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં આદિજાતી લોક સાંસ્કૃતિ અને પ્રકૃતિના પુજકો પોતાની પ્રાચીન કલા સાંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે.

જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ સામે આજે પણ સદીઓ જૂની આદિવાસી સાંસ્કૃતિ જણાવાઈ રહેલી જોવા મળી રહી છે અને પશ્ચિમી સાંસ્કૃતિ સામે આદિવાસી સાંસ્કૃતિનું જતનએ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાઈ નહિ જાઈ એના માટે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે.ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદનની બાજુમાં આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિ કાર્યક્રમ દ્વારા લોકો માહિતગાર બને અને સાથે મનોરંજન માણી શકે એ હેતુ થી ભવ્ય કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.

યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ગણીવર્ય ડૉ. રાજેન્દ્ર મુનિ મહારાજ,બોડેલી મામલતદાર એમ.એ.શેખની ઉપસ્થિતિમાં યોજયો હતો.જેમા રાયસીંગપુરા ગામની ટીમલી નૃત્યની ટીમ રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતાં દર્શકો મંત્રમુગ્ધ થયાં હતા.તો પ્રખ્યાત લોક ગાયિકા ઉર્વી રાઠવા પોતાની લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજૂ કરતાં દર્શકો ચિચિયારીઓ સાથે ઝૂમી ઉઠયા હતા.

ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી અને ચાણકય ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા,ઉપપ્રમુખ ચિરાગભાઇ બારિયા,બોડેલી ખાતે યોજાયેલા સાંસ્ક્રુતિક કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહી ટીમલીના તાલે નાચી સાંસ્ક્રુતિક કાર્યક્ર્મને સફળ બનાવવામાં દર્શકોએ પણ ખુબ સાથ સહકાર આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!