google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઆદિવાસી મહાસભાના માર્ગદર્શન હેઠળ ઝઘડિયાના ૧૮ જેટલા ગ્રામજનોએ જંગલ જમીન બાબતની માંગણીઓ...

આદિવાસી મહાસભાના માર્ગદર્શન હેઠળ ઝઘડિયાના ૧૮ જેટલા ગ્રામજનોએ જંગલ જમીન બાબતની માંગણીઓ માટે આવેદનપત્રો પાઠવ્યા

- પીપળીપાન ગામના આગેવાનોએ પોતાના ૯ પડતર પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના પીપળીપાન ગામના આગેવાનોએ પોતાના ૯ પડતર પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું છે.

આદિવાસી મહાસભાના નેજા હેઠળ વન અધિકાર કાયદો ૨૦૦૬ ના અમલીકરણ અને ગામડાના પ્રશ્નોને લઈ વિવિધ આદિવાસી તાલુકા જિલ્લાઓમાં સરકાર સામે પોતાના પડતર પ્રશ્નોની માંગણી કરી આવેદનપત્ર આપવાના કાર્યક્રમનો આયોજન થાય છે, આજરોજ આદિવાસી મહાસભાના નેજા હેઠળ ઝઘડિયા તાલુકાના ૧૮ જેટલા ગામડાના આગેવાનોએ ગ્રામજનોએ પોતાના ગામની પડતર પ્રશ્નોની માંગણીને લઈ દરેક ગામે અલગ-અલગ આવેદનપત્રો ઝઘડિયા પ્રાંત અધિકારીને પાઠવ્યા છે, તાલુકાના ગ્રામજનોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામના વન અધિકાર સમિતિના સભ્યો તેમજ દાવેદારો અને ગ્રામજનો તા.૯.૧૨.૨૩ ના રોજ ભેગા મળી ચર્ચા વિચારણા કરી ગામના એફ.આર.એ હેઠળ દાવા અરજીઓ કરેલ છે તેમાં વ્યક્તિગત અધિકારના કુલ ૧૯ દાવા બાબતે પોતાની માંગણીઓ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં (૧) જંગલ જમીનના દાવેદારોની પેન્ડિંગ અરજીઓ તથા ઓછા ક્ષેત્રફળ અને ના મંજૂર દવાઓની ચકાસણી કરી આખરી ઓપ આપવો (૨) પીપરીપાન ગામના કુવા આગળથી અન્ય ગામો તરફ જતા રેવન્યુ માર્ગો ખોડા આંબા, અમલઝર તરફ જાજપુર, રામપુર, દરિયા, પડવાણીયા, કરજણ કોલોની તરફ સીમાડાનો રસ્તાઓ વગેરે તાત્કાલિક બનાવી આપો (૩) ગામમાં પીવાના પાણી માટે કાયમી નિરાકરણ લાવવા (૪) ગામમાં ડિમોલેશનની કામગીરી કરી ગટર વ્યવસ્થા રસ્તા રસ્તાઓ ઉપર ભરાતા ગંદા પાણીનો નિકાલ કરવો (૫) ખેડૂત ખાતેદારોને સિંચાઈ થી વંચિત ગામો જેમાં પીપળીપાન દરિયા ખોડા આંબા ગુંડેચા-૧ ગુંડેચા-૨ ગુંડેચા-૩ અને અણધરા રામપુર જાજપુર બોરીપીઠા બલેશ્વર ચોકી કદવાલી વગેરે ગામો ઉદ્વવહન સિંચાઈ યોજના અથવા અન્ય યોજના દ્વારા સિંચાઈની સગવડ આપવી (૬) જીએમડીસી ના અસરગ્રસ્ત વિસ્તારવાળા ગામો જેવા કે પીપળીપાન પડવાણિયા દરિયા ગુલીયાફળિયા ખોડા આંબા ગુંડેચા૧ ગુંડેચા-૨ ગુંડેચા-૩ જેવા તમામ અસરગ્રસ્ત ગામોને તમામ પાયાની સગવડો આપવી (૭) પીપળીપાન ગામને રેવન્યુ ગામનો દરજ્જો મળે તેવી કાર્યવાહી કરવી તેમ‌ જણાવ્યું હતું, વધુ માં ગ્રામજોનો એ જણાવ્યું હતું કે તેમની માંગણીઓ ધ્યાનમાં લઇ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને થયેલ કાર્યવાહીની વિગત ગામના આગેવાન આપેલા નામ સરનામાં ઉપર ૩૦ દિવસમાં લેખિતમાં મોકલાવી તેમ રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!