google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratચોમાસાના આગમન ટાણે નર્મદા જીલ્લામાં ડીઝાસ્ટર વિભાગની પુર્વ તૈયારીઓ

ચોમાસાના આગમન ટાણે નર્મદા જીલ્લામાં ડીઝાસ્ટર વિભાગની પુર્વ તૈયારીઓ

- જીલ્લાકક્ષા સહિત તમામ તાલુકાઓમાં ૨૪ કલ્લાક ઈમરજન્સી કન્ટ્રોલરૂમ શરૂ કરાયા - ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવેરનેસ માટે કરાયા પ્રોગ્રામો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજ્યમાં ચાલુ સાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તેનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે,.બીજી બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજી સુધી નોંધાયો નથી પરંતુ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નર્મદા જીલ્લામાં દર વર્ષે ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાય છે, તેમજ ભારે વરસાદ પડતાં અનેક ગામો બેટ માં પણ ફેરવાય છે.ચાલુ સાલ નર્મદા જીલ્લામાં વરસાદ તો પડ્યો પરંતુ જોઈએ એવો વરસાદ હજી સુધી નોંધાયો નથી,નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ૧૧૪ મી.મી,તિલકવાળા તાલુકામાં ૧૦૧ મી.મી, 

ડેડીયાપાડામાં ૭૪ મી.મી,સાગબારા તાલુકામાં ૭૪ મી.મી અને ગરૂડેશ્વર તાલુકામાં ૨૫ મી.મી સાથે કુલ 388 મી.મી જ વરસાદ નોંધાયો છે.દર વર્ષે વધુ વરસાદ ને કારણે તારાજી તો સર્જાય જ છે,પરંતુ નર્મદા જીલ્લામાં આવેલા બે ડેમ નર્મદા ડેમ અને કરજણ ડેમના જ્યારે તેના ગેટ ખોલી પાણી છોડવામાં આવે છે ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો ખૂબ પ્રભાવિત થાય છે, અનેક ગામો બેટ માં ફેરવાય છે,આવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે, ચાલુ સાલ પણ ડિઝાસ્ટર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ ૨૪ કલાક ચાલુ કરી દેવામાં આવ્યા છે, રાઉન્ડ ધ ક્લોક પરિસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે,નાંદોદ તાલુકા ખાતે એન.ડી.આર.એફની એક ટીમ સ્ટેન્ડ બાય છે.જ્યારે ગરુડેશ્વર તાલુકા ખાતે એસ.ડી.આર.એફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે,જીલ્લા તેમજ તમામ તાલુકા કક્ષાએ પૂર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે,તેમજ કરજણ અને નર્મદા નદી કિનારાના કુલ ૨૧ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ આફત પૂર્વ તૈયારી અને લોક જાગ્રુતિના કાર્યક્રમોનું પણ છેલ્લા એક માસ થી આયોજન થઈ રહ્યું છે.જીલ્લાના કુલ ૧૮૨ આપદામિત્રો લાઈફ જેકેટ અને ડીઝાસ્ટર તાલિમ સાથે સજ્જ છે,બધાજ તાલુકાઓમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ ની તાલીમ આપવામાં આવી છે.જીલ્લાની કુલ ૩૫ શાળાઓમાં આફત જાગૃતિ અંગે મેગા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ રીતે તંત્ર તો સજ્જ છેજ પરંતુ અચાનક આવી પડતી આપદાના સમયે સામાન્ય લોકોએ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!