ભરૂચ,
અંકલેશ્વરની ડીસન્ટ રેસ્ટોરન્ટમાં શનિવારે ગ્રાહકના સેન્ડવીચમાં મકોડા નીકળ્યા હોવાની ફરિયાદમાં ૪૮ કલાક બાદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ રેસ્ટોરન્ટ ઉપર પહોંચી કાર્યવાહી કરી હતી અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ૪૮ કલાકમાં તો રેસ્ટોરન્ટનું કિચન એટલે કે રસોડું ચકાચક કરી નાખ્યું હતું અને અધિકારીઓએ માત્ર સેમ્પલ લઈ કાર્યવાહી કરી હતી.
ભરૂચ જીલ્લામાં રેસ્ટોરન્ટોમાં સ્વાદ પ્રેમીઓની વાનગીઓમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે.અંકલેશ્વરની ડીસેન્ટ હોટલમાં ગ્રાહકના સેન્ડવીચ માંથી મકોડા નીકળતા ગ્રાહકની ફરિયાદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ૪૮ કલાક પછી ડિસેન્ટ હોટલમાં તપાસ અર્થે પહોંચ્યા હતા અને ૪૮ કલાકમાં તો હોટલ સંચાલકોએ સમગ્ર વિવાદ ઉભો થતા હોટલનું રસોડું પણ ચકાચક કરી નાખ્યું હતું જેને લઈ અધિકારીઓની આળસાઈ સામે પણ રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.શનિવારની ઘટના માં ફરિયાદ એ વોટસઅપ મારફતે વિડીયો અને ફરિયાદ મોકલી હતી અને ૪૮ કલાક બાદ સોમવારે સવાર થતાં જ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ડિસેન્ટ હોટલમાં પહોંચી જઈ કાર્યવાહી કરી હતી.જેમાં હોટલના કિચનમાં સાફ – સફાઈથી માંડી તમામ સામગ્રીઓનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલો પણ લીધા હતા પરંતુ અધિકારીઓને ૪૮ કલાક બાદની કામગીરી લોકોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.