google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratચૈતર વસાવાની ૨૧ દિવસની સ્વભિમાન યાત્રા પૂર્ણ થતાં તમારો દીકરો તમારા દ્વાર...

ચૈતર વસાવાની ૨૧ દિવસની સ્વભિમાન યાત્રા પૂર્ણ થતાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રા શરૂ કરશે

ભરૂચ,
લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા ૨૧ દિવસ દરમ્યાન સ્વાભિમાન યાત્રામાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાઓમાં ફરી લોક સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારે આજરોજ આ યાત્રા પૂર્ણ થતા ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી.
ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા દરમ્યાન થયેલા અનુભવ બાબતે તેઓ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ કરી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાત્રા દરમ્યાન લોકસભામાં સમાવિષ્ટ ૩૦૬ ગામોમાં યોજી હતી.જે યાત્રા દરમ્યાન લોકોનું જન સમર્થન મળ્યું હતું ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અનેક આગેવાનો તેમની સાથે જોડાયા હતા.કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ચૈતર વસાવા વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ દ્વારા તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તેમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે રહેશે.કોંગ્રેસના જેટલા પણ નારાજ લોકો છે તેમની નારાજગી દૂર કરવાનો પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!