(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદાનીપંચકોષી પરિક્રમા અનેક વિવાદ અને તંત્રની અવઢવ બાદ 8મી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે.સાધુ,સંતો ગ્રામજનો અને શ્રદ્ધાળુઓની જુના રૂટ પર જ પરિક્રમા યોજવા માટે તંત્ર સંમત થતા આખરે શ્રદ્ધાનો વિજય થયો છે.
પંચકોશી પરિક્રમાઆડે ગણતરીના દિવસો બાકી રહયાં છે.ત્યારે રાજય સરકારે શહેરાવથી તિલકવાડા વચ્ચે નદી પાર કરવા માટે હંગામી પુલ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગયા બાદ સરકાર પરિક્રમા દરમ્યાન શ્રધ્ધાળુઓ નાવડીઓમાં નદી પાર ન કરે તે માટે કટિબધ્ધ હોવાથી વહીવટી તંત્રએ શહેરાવથી નદી પાર ન કરવી પડે તે માટે પોઈચા,ચાણોદ અને બુજેઠા જઈને તિલકવાડા આવી શકાય તેવો નવો રૂટ તૈયાર કર્યો હતો.પણ આ રૂટનું અંતર 84 કીમી જેટલું થતું હોવાથી સાધુ-સંતોએએનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.આદિકાળથી ચાલ્યાં આવતાં રૂટને બદલવામાં આવે તો પરિક્રમાવાસીઓની આસ્થાને ઠેસ પહોંચે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.આખરે સરકારે શહેરાવથી તિલકવાડા વચ્ચે હંગામી પુલ બનાવવા માટે દેતાં મંજૂરી આપી પરિક્રમાવાસીઓનો શહેરાવથી બુજેઠા સુધીનો ધકકો ઓછો થઈ ગયો છે.તિલકવાડા અને શહેરાવ વચ્ચે નદી પાર કરવાની સમસ્યાનો પુલથી હલ આવી જશે પણ રેંગણ ગામ પાસે પુલ બની શકે તેમ ન હોવાથી રેંગણથી એક કિમિ દૂર હંગામી પુલ બનાવવાની વિચારણા ચાલી રહી છે.જો બ્રિજની મંજૂરી નહિ મળે તો તિલકવાડાથી રામપરા પરત આવવા માટે પરિક્રમાવાસીઓને ગરૂડેશ્વર સુધીનો ફેરાવો થશે.જો બ્રિજની મંજૂરી મળી જશે તોનર્મદા પરિક્રમા જૂના રૂટ પર યથાવત રહેશે અને માત્ર 2 કીમીનો ફેરાવો વધશે ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું હતું કે રેંગણ પાસે હંગામી બ્રિજ માટે અમે સરકારમાં રજૂઆત પણ કરી છે.
વધુમાં પંચકોશી પરિક્રમાના બીજા ચરણમાં પરત રામપરા આવવા માટે રેંગણ ગામ પાસે નદી પાર કરવી પડતી હોય છે પણરેંગણ ગામ પાસે નદીના પાણી ઉડા છે અને અહીં નદીમાં મગરોનો વસવાટ હોવાથી શ્રધ્ધાળુઓ પાસે નાવડીમાં નદી પાર કરવા સિવાય કોઇ વિકલ્પ જ નથી.હવે રામપરાથી પરિક્રમા ચાલુ કરીને 7 કીમી દૂર શહેરાવ પહોંચવાનું રહેશે. શહેરાવથી હંગામી પુલ પરથી સામે કિનારે તિલકવાડા જવાનું રહેશે.તિલકવાડાથી પગપાળા રેંગણ આવવાનું રહેશે.રેંગણથી થોડે દુર બીજો બ્રિજ અથવા નાવડી મારફતે નદી પારકરી પરત રામપરા આવી પરિક્રમા પુરી કરવાની રહેશે.જો કે આ પરિક્રમા સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરનાર પહેલા અને એક માત્ર મહિલા કલેકટર શ્વેતા બેન તેવટિયા છે જેમણે શરૂઆતથી આખર સુધી અંગત રસ લીધો,ચાર થી પાંચ વાર સ્થળ મુલાકાત લીઘી, અધિકારીઓ, સાધુ સંતો સાથે અનેક વાર બેઠકો યોજીને વૈકલ્પિક વ્યવસ્થા કરીને સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં અને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તેવો રસ્તો કાઢતા સૌને તંત્રના પ્રયાસથી આનંદ થયો છે.આખરે જુના રૂટ પર પરિક્રમા શરૂ થતા તેના વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
અનેક વિવાદો બાદ રામપરા ગામેથી 8 મી એપ્રિલથી પંચકોષી નર્મદા આખરે પરિક્રમાનો પ્રારંભ થશે
- એક મહિનામાં દેશભર માંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે : આખરે સાધુ સંતો શ્રદ્ધાળુંઓની માંગ સામે તંત્ર ઝૂક્યું - હવે કોઈની ધાર્મિક લાગણી દુભાશે કે ન જૂની પરંપરા તૂટશે : નર્મદાની પંચકોશી પરિક્રમા પ્રાચીન રૂટ પર યથાવત રહેશે