google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરુચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ઈવીએમ મશીનો કે.જે પોલીટેકનીક કોલેજ...

ભરુચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ઈવીએમ મશીનો કે.જે પોલીટેકનીક કોલેજ સ્ટ્રોંગ રૂમમાં મૂકી સીલ કરાયા

- ૪ જૂનના રોજ કે.જે પોલીટેકનીક કોલેજ ખાતે મતગણતરી બાદ સાંસદ નક્કી થશે

  • ૪ જૂનના રોજ કે.જે પોલીટેકનીક કોલેજ ખાતે મતગણતરી બાદ સાંસદ નક્કી થશે

ભરૂચ,
ભરૂચ લોકસભા બેઠક ઉપર ૧૩ ઉમેદવારો હરીફમાં મતદાન પ્રક્રિયા ૧૮૯૩ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને સંધ્યાકાળની સાંજે ૬ વાગ્યાના સમયે મતદાન સંપર્ણ થતા ઈવીએમ મશીનો સક્ષમ અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનોમાં ઉમેદવારોના ભાવી સીલ કરી કોલેજમાં મોડી રાત્રી સુધી મતદાન મથકો ઉપરથી લાવી જમા કરી સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. જે બાદ ૪ જૂનના રોજ તમામ ઈવીએમ મશીનો માંથી ગણતરી કરી ઉમેદવારોનું ભાવી નક્કી થનાર છે.
ભરૂચ લોકસભા બેઠક ઉપરના ૧૮૯૩ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મોડી રાત્રિ સુધી રિસિવિંગ સેન્ટર પર ઈવીએમ આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા.ભરૂચ બેઠક પરમાં ૧૩ ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતા.જીલ્લામાં ૧૯૮૩ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે છ વાગે પૂર્ણ થયા બાદ બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઈવીએમ જીલ્લા ક્લેક્ટર અને ચુંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારોના એજન્ટોની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતાં.જીલ્લા અને ચૂંટણી અધિકારી કલેકટર તુષાર સમેરાએ ચૂંટણી પ્રક્રીયાનો ચિતાર આપી મતદાન ૬૮ ટકાથી વધુ થયું હોવાનું પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો.હવે ૪ જૂને મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમ માંથી ઈવીએમ બહાર આવશે.હાલ તો ઉમેદવારો મતદાનની ટકાવારીને લઈ જીતના દાવા કરી રહ્યા છે.ત્યારે ૪ જૂનના રોજ પરિણામ જાહેર થતાં ખબર પડશે કે કોણા દાવામા કેટલો દમ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તમામ ઈવીએમ મશીન સરકારી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી ની નજર અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!