google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeCrimeઅંકલેશ્વરની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારનું મોત થતા પોલીસે તપાસ...

અંકલેશ્વરની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારનું મોત થતા પોલીસે તપાસ શરૂ કરી

- પહેલા માળે સામાન કાઢી રહ્યો હતો તે વેળા તે લિફ્ટમાં ફસાઈ ગયો હતો - જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી

અંકલેશ્વર,
અંકલેશ્વર જીઆઈડીસીની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું.જે બાદ પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું.અંકલેશ્વરમાં રહેતો અને માધવ કેમિકલ કંપનીમાં કામ કરતો રાજીપ આદિત્ય માના આજરોજ કંપનીમાં પહેલા માળે સામાન કાઢી રહ્યો હતો તે વેળા તે લિફ્ટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેનું હાજર તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો.જે બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!