ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના યોગેશ્વર નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં એક ફૂલ દો માલી વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોય જેમાં પ્રેમિકા સાથે રિલેશનશિપમાં રહેતા પ્રેમીના મિત્રને જ તેની પ્રેમિકા સાથે આંખો મળી જતા તેના ઘરમાંથી મળી આવતા તેણે મિત્રની હત્યા કરી નાંખી હતી અને વચ્ચે પડેલી પ્રેમિકાને પણ ચપ્પુના ઘા જીકી દેતા બંનેની હત્યા બાદ હત્યારો મકાન બંધ કરી પોતાના ગામ પહોંચી ગયો હતો અને સંધ્યાકાળના સમયે પોલીસ મથકે હાજર થઈ પોલીસને કહ્યું મેં ૨ લોકોની હત્યા કરી નાંખી છે જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
અંકલેશ્વરના પોલીસ મથકમાં રાણીપુરા ગામનો રોહન પ્રહલાદ વસાવા પોલીસ મથકે હાજર થયો હતો અને પોલીસને કહ્યું હતું કે યોગેશ્વર નગરમાં મેં મારી પ્રેમિકા અનિતા ઉર્ફે અન્નુ વસાવા અને તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર મારા મિત્ર હિતેશ સોમા વસાવા બંને જણા ઘરમાં હોય અને દરવાજો ન ખોલતા અને વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં દરવાજો ખોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં હિતેશ વસાવાની ચપ્પુ મારી હત્યા કરી હતી અને વચ્ચે મારી સાથે રિલેશનશિપમાં રહેતી અને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હોય તેવી અનિતા ઉર્ફે અન્નુ વસાવાની પણ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખી છે.જેના પગલે પોલીસે પણ રોહન વસાવાએ પોલીસ મથકે કરેલી કબુલાતના પગલે પોલીસ કાફલો મોકલી યોગેશ્વર નગરમાં એક મકાનમાં તપાસ કરતા હિતેશ વસાવા અને અનિતા ઉર્ફે અન્નુ વસાવા બંને લોહીથી લથપથ મૃતક અવસ્થામાં પડ્યા હોવાના ખુલાસા થયો હતો.
ઘરમાં રહેલા બંને મૃતકોની ઓળખ કરતા યુવતી અનિતા ઉર્ફે અન્નુ વસાવા આંબોલી ગામની હોય અને મૃતક યુવક હિતેશ સોમા વસાવા હોવાની ઓળખ થતા બંનેના પરિવારોને પોલીસ મથકે બોલાવી ઓળખ કરાવી રોહન વસાવા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને ઘરમાં રહેલા બંને યુવક યુવતીની ઓળખ થતા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
પોલીસ મથકે હાજર થયેલા હત્યારાએ કરેલી કબુલાતના આધારે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી મકાનમાં હત્યા કરેલી અવસ્થામાં હિતેશ વસાવા અને અનિતા ઉર્ફે અનુ વસાવાની હત્યા કરેલી અવસ્થામાં મૃતદેહ પડ્યા હોય જેના કારણે પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
– અનિતા ઉર્ફે અન્નુ વસાવાના ત્રણ વર્ષ અગાઉ જ છુટાછેડા થયા હતા
અંકલેશ્વરના એક ભાડાના મકાનમાં ખેલાયેલા ખૂની ખેલમાં યુવતીના લગ્ન અગાઉ રાજપીપળાના મનોજ પરમાર સાથે થયા હતા અને બંને વચ્ચે સંતાન પણ હોય પરંતુ ત્રણ વર્ષ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે છૂટાછેડા થયા હતા અને ત્યારથી યુવતી અનિતા વસાવા અંકલેશ્વરના યોગેશ્વર નગરમાં રોહન વસાવા સાથે રિલેશનશિપમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને આ મકાન માંથી રોહન વસાવાનો મિત્ર હિતેશ વસાવા રાત્રીએ ઘરમાંથી મળી આવતા રોહન વસાવા બંનેની હત્યા કરી નાખી હોવાનું ભાંડો ફૂટ્યો છે.
– હત્યારો ખુદ પોલીસ માટે કે હાજર થતા હત્યાનો ભેદ ઉકેલાયો
એક કહેવત છે કે જે પતિની ન થાય તે ક્યારેય કોઈની ન થાય આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે પતિ સાથે છૂટાછેડા બાદ યુવતીને ભાડાના મકાનમાં યુવક સાથે રિલેશનશિપમાં રહેવું ભાડે પડ્યું છે અને તે ઉપરાંત રિલેશનશિપમાં રહેતી યુવતીના અન્ય તેના રિલેશનશિપમાં રહેતા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતા સમગ્ર ખૂની ખેલ ખેલાયો છે અને આખું ની ખેલ માં હત્યારો ખુદ પોલીસ મથકે હાજર થતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
– હિતેશ વસાવા ની:વસ્ત્ર અને તેનું ગુપ્તાંગ કાપી નાખેલી અવસ્થામાં
રોહન વસાવાએ પોતાના જ મિત્ર હિતેશની હત્યા અને રોહન વસાવા સાથે રિલેશનશિપમાં રહેતી અનિતા વસાવાની પણ હત્યા કરી નાંખી છે અને રોહન વસાવાએ હિતેશ વસાવાને ની:વસ્ત્રમાં જ હત્યા કરી તેનું ગુપ્તાંગ કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધો છે રોહન વસાવાની હત્યા વેળા વચ્ચે પડેલી અનિતા ઉર્ફે અન્નુની પણ હત્યા રોહન વસાવાએ કરી નાખી છે અને રિલેશનશિપમાં રહેવાનો કરુણ અંજામ સામે આવ્યો છે.