google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratભરૂચ લોકસભામાં વિવિધ પક્ષોની ચૂંટણી લડવાની મઠામણ બાદ હવે ટિકિટ મેળવવા ભાજપામાં...

ભરૂચ લોકસભામાં વિવિધ પક્ષોની ચૂંટણી લડવાની મઠામણ બાદ હવે ટિકિટ મેળવવા ભાજપામાં દાવેદારોની સંખ્યામાં રાફડો 

- ગત ચૂંટણીમાં ભાજપના ૪ દાવેદારો સામે ૨૦૨૪માં ૧૪ દાવેદારોએ ટિકિટ માંગી! - ભરૂચ માંથી પુર્વ ધારાસભ્યો દુષ્યંત પટેલ,પ્રકાશ દેસાઈ, ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદારીયા,કિરણ મકવાણા,કનુ પરમાર, ડૉ.જયંતી વસાવા દાવેદારો - નર્મદા માંથી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,શંકર વસાવા,પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી,મોતીસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના નામો - ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટ્રી બોર્ડમાં સંભવિત નામોની યાદી પહોંચશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતની ૨૬ લોકસભા પૈકી એક માત્ર ભરૂચ બેઠક સૌથી વધુ ચર્ચામાં છે.અત્યાર સુધી ભરૂચ બેઠક ઉપર ભાજપા, કોંગ્રેસ,બીટીપી વગેરે પાર્ટીઓ મેદાનમાં ઉતરતી હતી.આ વખતે આમ આદમી પાર્ટીનો પહેલીવાર પગ પેસારો ડેડીયાપાડા ના આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાના નામે એન્ટ્રી થઈ છે.ત્યારે અત્યંત રસાકસી ભરી બનનારી આ બેઠક પર હવે સાંસદ બનવા થનગનતા દાવેદારોની પણ હોડ જામી છે.આ બેઠક પર સતત ૬ ઉમટર્મથી જીતતા આવતા વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ જો પાર્ટી ટિકિટ આપે તો સાતમી વાર ચૂંટણી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે તો સામે ભાજપા પાર્ટી માંથી અનેક દાવેદારો પોતાની દાવેદારી ઠોકી રહ્યા છે.

વિવિધ પક્ષોની ચૂંટણી લડવાની મથામણ બાદ હવે ટિકિટ મેળવવા ભાજપામાં દાવેદારોની સંખ્યામાં રાફડો ફાટ્યો છે.લોકસભા ચૂંટણી માટે ગત ચૂંટણીમાં ભાજપના ૪ દાવેદારોહતા આ વખતે ૨૦૨૪ માં ૧૪ દાવેદારોએ ટિકિટ માંગીછે!

બીજી તરફ ભાજપા તમામ બેઠકો પાંચ લાખ

મતના લીડથી જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ કોને ટિકિટ ફાળવવી એના વ્યૂહ રચના સાથે આગળ વધી રહી છે.ખાસ કરીને ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન અને ગડમથલ વચ્ચે કોને ટિકિટ આપવી તેં ભાજપા ની પરંપરા પ્રમાણે સેન્સ લેવાની પદ્ધતિ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં દાવેદારો અને બીજા અપેક્ષિતો પાસેથી કોને ટિકિટ આપવી જોઈએ તેના અભિપ્રાય લેવાનું શરૂ કરી દેવાયું છે.જેમાં પ્રદેશ કક્ષાએથી આવેલા અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રી ભીખુસિંહ પરમાર, યુવા મોરચાનાં પ્રશાંત કોરાટ અને સુરતના માજી મેયર અસ્મિતાબેન શિરોયાને નિરીક્ષક તરીકેની જવાબદારી સોપાઈ હતી.તેમણે અપેક્ષીત હોદેદારો સાથે ચર્ચા કરીહતી.

ભરૂચ જીલ્લા ભાજપ કાર્યલય ખાતે પૂર્વ ધારાસભ્યો તેમજવિવિધ મોર્ચાનાં હોદેદારો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા શરુ થઈ હતી.

ભરૂચ માંથી પુર્વ ધારાસભ્યો દુષ્યંત પટેલ,પ્રકાશ દેસાઈ,ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદારીયા,કિરણ મકવાણા,કનુ પરમાર, ડૉ.જયંતી વસાવા દાવેદારો છે.તો નર્મદા માંથી સહકારી આગેવાનઅને નર્મદા સુગર ચેરમેન ભરૂચ દૂધધારા ડેરી ચેરમેન અને નર્મદા જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલનું નામ સૌથી આગળ છે એ ઉપરાંત દાવેદારોની યાદીમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,શંકર વસાવા,પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી, મોતીસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના નામો પણ ચર્ચામાં વહેતા થયા છે. આ યાદી હજી લાંબી થઈ શકે એમ છે.તો છ – છ ટર્મથી સતત જીતતા આવેલા વર્તનમાન સાંસદ મનસુખ વસાવા અગાઉથી જ મીડિયા સમક્ષ જણાવી ચુક્યા છે કે પાર્ટી મને ટિકિટ આપશે તો ચોક્કસ લડીશ અને જીતીશ.

જોકે અભિપ્રાય, સેન્સ એક ફોર્માલિટી છે બાકી ફાઇનલ ડિસિઝન તો પ્રદેશ કક્ષાએથી લેવાતું હોય છે પ્રદેશ તો યાદી કેન્દ્રીય કક્ષાએ મોકલશે ફાઈનલ નિર્ણય તો પીએમ મોદી, અમિત શાહ,નડ્ડાજી અને તેમની કમિટીજી રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રીબોર્ડ જ આખરી નિર્ણય ઉપર મહોર મારશે.ત્યારે અત્યંત રસાકસી બનનારી  ભરૂચ બેઠક પર હવે એ જોવું રહ્યું કે ભાજપા ના ઉમેદવાર સાતમી વાર સાંસદ મનસુખ વસાવાને રિપીટ કરે છે કે કોઈ નવા ઉમેદવારને ટિકિટ ફાળવે છે એના પર સૌની મીટ મંડાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!