google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeવિલાયતની જ્યુબિલિયન્ટ કંપની માંથી લાખોના કિંમતના પાવડરની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ...

વિલાયતની જ્યુબિલિયન્ટ કંપની માંથી લાખોના કિંમતના પાવડરની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ,

વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા કેટાલિસ્ટ પાવડરની ચોરીથી ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ જ્યુબિલિયન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપની માંથી ૧૦-૧૦ કિલોના કેટાલિસ્ટ પાવડરની ૯ કરબાઓની ચોરી થયેલ છે.ઘટનાના સીસીટીવી ચેક કરતા કેટલાક ઈસમો કેરબા લઈ જતા નજરે પડ્યા હતા.ચોરી થયેલ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત ૯૭,૨૦૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેની કુલ કિંમત ૩૮ લાખ ૮૮ હજાર ૨૮૦ રૂપિયાના કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઈસમો રફુચક્કર થઈ ગયા હતા.ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!