google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભારતીય ટીમની જીત બાદ ભરૂચના પાંચબત્તી ખાતે મોડી રાત્રિએ ઉજવણીનો માહોલ જામ્યો...

ભારતીય ટીમની જીત બાદ ભરૂચના પાંચબત્તી ખાતે મોડી રાત્રિએ ઉજવણીનો માહોલ જામ્યો હતો

- પાંચબત્તી ખાતે લોકો હાથોમાં તિરંગા લઈ રસ્તાઓ પર ફટાકડાં ફોડી ઉજવણી કરવા માનવ મેદની ઉમટી પડી - ચારેય બાજુ માનવ મહેરામણ જોવા મળતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા

ભરૂચ,

ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને T20 વર્લ્ડ કપમાં હરાવી T20 વર્લ્ડ કપનો ખિતાબ મેળવતાં જ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો.જેમાં ભરૂચના પાંચબત્તી ખાતે પણ મોટી જનમેદની હાથમાં તિરંગા સાથે ઉમટી પડી હતી અને ઢોલનગારા ના તાલે ઝૂમી ફટાકડા ફોડી જશ્ન માનવતા ચારેય બાજુ ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ આ ફોર્મેટમાં ચેમ્પિયન બની છે.છેલ્લે 2007માં ટ્રોફી ઉપાડવાની તક મળી હતી. બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલ મેચ બાદ પ્લેયર્સના ઈમોશન બહાર આવ્યા હતા. બંને ટીમના ખેલાડીઓ રડતા જોવા મળ્યા હતા. ફરક એટલો હતો કે એક ટીમના ખુશીના આંસુ હતા, જ્યારે બીજી ટીમ દુ:ખમાં રડતી જોવા મળી હતી. રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને અન્ય ખેલાડીઓ આંસુ રોકી શક્યા ન હતા. 

ગત રોજ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ટી20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતી લીધું છે.17 વર્ષ બાદ બીજી વખત ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો છે. ભારતીય ટીમની જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જી દીધો છે.ભારતની જીતની સાથે અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટકડા ફોડીને તો કોઈએ હાથમાં તિરંગો લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ લોકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે ઉમટી પડી ઢોલ નગારાના તાલે જુમી ઉઠ્યા હતા.લોકો હાથમાં તિરંગા સાથે ઈન્ડિયા ઈન્ડિયા ના નારા લગાવી ફટાકડા ફોડી વાતાવરણ ગજવી મૂક્યું હતું.આ દરમ્યાન ચારેય બાજુ જનમેદની ઉમટી પડતાં ચારેય બાજુ ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.જ્યારે બીજી તરફ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ખડે પગે હાજર રહી હતી.પરંતુ કેટલાક લોકો દ્વારા ટોળાનો લાભ લઈ બબાલ પણ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!