અંકલેશ્વર,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં લગ્નના રીસેપ્શન પ્રસંગમાં આવેલા ૩૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે.પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ બીજા દિવસ સવારથી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.જેમાં મોટા ભાગના લોકો અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ૨૩ મી ડિસેમ્બરના રોજ અગ્રવાલ પરિવારના પુત્રના લગ્નનું રીસેપ્શન હતું.આ રીસેપ્શનમાં પ્રસંગમાં મુંબઈ,વાપી,સુરત સહિતના મહેમાનો અને સંબંધીઓ આવ્યા હતા.તે લોકોને ભોજન આરોગ્યા બાદ ઘરે ગયા બાદ બીજા દિવસ સવારથી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.જે લોકો આ પ્રસંગમાં ભોજન આરોગ્યું હતું તે બધાને ફૂડ પોઈઝનિંગની અસર થતા વોમિટિંગ અને ઝાડા થઈ જતાં નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જોકે આ મામલે અગ્રવાલ પરિવારના સભ્ય સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, રીસેપ્શનમાં અંદાજીત ૩૦૦ થી ૩૫૦ લોકો રીસેપ્શનમાં આવ્યા હતા. જેમાં મુંબઈ,વાપી સુરત સુધીના મહેમાનોને બીજા દિવસથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે તેમના કુટુંબમાં તેઓ અને તેમની પત્ની સહિત મતા-પિતાને પણ તેની અસર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.આ અંગે ભરૂચના કેટરસને જમવાનો ઓર્ડર આપ્યો હતો તે ખાવાથી લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના આક્ષેપો કર્યા છે.આ મામલે તેમના પિતા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરાઈ હોવાની માહિતી હાલમાં પ્રાપ્ત થઈ છે.જોકે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેટરર્સ સામે કાર્યવાહી કરાશે કે નહીં તે જોવું રહ્યું.